ઘોર કળિયુગઃ દોઢ વર્ષમા માસૂમની હત્યા કરી માતાએ બહેનોને ફસાવવા રચ્યું ષડયંત્ર

ઘોર કળિયુગઃ દોઢ વર્ષમા માસૂમની હત્યા કરી માતાએ બહેનોને ફસાવવા રચ્યું ષડયંત્ર

કહેવત છે કે છોરુ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. જો કે આ કહેવતને તદ્દન ખોટી પાડે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના સંતાન માટે માતા આખા વિશ્વ સામે લડવા તૈયાર થઈ જતી હોય છે પરંતુ ઉત્તર પ્રદેશથી પ્રકાશમા આવેલો આ કિસ્સો વાંચ્યા બાદ તમને પણ આંચકો લાગશે. આ મામલો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો છે. જ્યાં દોઢ વર્ષના માસૂમ બાળકની હત્યા કરવાના આરોપમાં પોલીસે તેની જ માતાની ધરપકડ કરી છે. પૂછપરછ દરમ્યાન મહિલાએ પોલીસને જમાવ્યું કે બાળક તેને બહુ પરેશાન કરતો હતો અને કજીયારો બહુ હતો માટે તેની હત્યા કરી પોતાની પરેશાની ખતમ કરવાની સાથે જ પોતાની બહેનોને પણ ફસાવવા માંગતી હતી. આ હેતુથી તેણે માસૂમને પાણીની ટાંકીમાં ફેંકી ઉપરથી ઢાકણું બંધ કરી દીધું, જેથી પાણીમાં ડૂબવાથી બાળકનું મોત થયું.

police

પ્રાપ્ત માહિતી મુજબ ધર્મેન્દ્ર સિંહનું સાસરીયું બેલીપારના ભીટી ગામમાં છે. મંગળવારે ધર્મેન્દ્રની પત્ની મનોરમા પોતાની દીકરી અને દોઢ વર્ષના દીકરા અનિકેત સાથે માવતરે ગઈ હતી. મંગળવારે રાતે અનિકેત રહસ્યમયી હાલતમાં ગાયબ થઈ ગયો. બુધવારે ધર્મેન્દ્રએ અનિકેત ગાયબ હોવાની ફરિયાદ પોલીસમાં આપી. પોલીસે ભીટી ગામમાં પહોંચી બાળકની તલાશી શરૂ કરી તો પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો.

અનિકેતના પિતા ધર્મેન્દ્ર સિંહે પોતાની પત્નીની બંને વડી વિવાહિત બહેન શશિ અને વંદના તથા સસરા આનંદ સ્વરૂપ ઉર્ફે અંધન સિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી. પરંતુ પૂછપરછમાં પોલીસને કંઈ ખાસ ક્લૂ ના મળ્યો તો મનોરમાને કસ્ટડીમાં લઈ લીધી. પોલીસે મનોરમાની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તે ટૂટી પડી. પોલીસને તેણે જણાવ્યું કે મંગળવારે રાતે તેણે પોતાના દીકરાને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો.

મનોરમાએ આગળ કહ્યું કે તે પોતાની બંને વડી બહેનોને ફસાવવા માંગતી હતી. તેની બહેનો શરૂથી જ તેની સાથે દુશ્મની રાખતી હતી, હંમેશા તેની બેઈજ્જતી કરતી રહેતી હતી. જ્યારે તેને બહેનો માવતરે આવી હોવાનું માલૂમ પડ્યું તો પોતે પણ ચાલી ગઈ. અને આ ઘટનાને અંજામ આપ્યો. મનોરમાએ કહ્યું કે અનિકેત તેને બહુ પરેશાન કરતો હતો. તેને રસ્તામાંથી હટાવી બહેનોને ફસાવવા માંગતી હતી. જ્યારે પતિ ધર્મેન્દ્રએ કહ્યું કે મનોરમાએ આ હરકત કેમ કરી મને સમજમાં નથી આવતું. દીકરાનો જીવ લઈને તેને શું મળ્યું.

તળાવમાં ફેંકવાની યોજના બનાવી હતી

મનોરમાએ પોલીસને જણાવ્યું કે તે બીજું બાળક જ નહોતી ઈચ્છતી. પણ તેનો જન્મ થઈ ગયો અને તેની શરારતથી તે બહુ પરેશાન થઈ ગઈ હતી. જે કારણે તેણે માસૂમની હત્યા કરી દીધી. મનોરમાએ જણાવ્યું કે તેણે બાળકને કોઈ તળાવમાં ફેંકવાની યોજના બનાવી હતી પરંતુ દરવાજા પર પિતા અને અન્ય લોકો હોવાના કારણે આવું ના કરી શકી. મોકો મળતાં તે બાળકને છત પર લઈ ગઈ અને પાણીની ટાંકીમાં ફેંકી તેની હત્યા કરી નાખી.

કબુલાત બાદ પોલીસે મનોરમાની હત્યાના ગુન્હામાં ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્વયાહી હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X