5 હજારમાં પુત્રને વેચી મોબાઇલનો શોખ પૂરો કર્યો જનેતાએ

આ મહિલાનું નામ રાખી પાત્રા છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે તે ગરીબ છે અને તેના પતિને જેલમાંથી છોડવવા માટે તેણે તેના છોકરાને વેચી દીધો.
જોકે પોલીસને તેની વાત પર વિશ્વાસ ના બેસ્યો એટલે તેમણે કડકાઇથી પૂછતાછ કરી. ત્યારે રાખીએ જણાવ્યું કે છોકરાને વેચીને તેને 5 હજાર મળ્યા હતા. જેમાંથી તે એક ટોપ, જીંસ અને એક મોબાઇલ ખરીદ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે જ્યારે તેના પુત્રને સુપરત કર્યો તો તેણે લેવાની પણ ના કહી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે રાખીએ જે સામાન ખરીદ્યો હતો તેને જપ્ત કરી લેવાયો અને તેના પુત્રને વેલફેયર સોસાયટીને સોંપી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
