For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટર વ્હીકલ એક્ટ: શું કેન્દ્ર સરકાર દંડમાં ઘટાડો કરશે?

કેન્દ્ર સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટ 2019 વિરુદ્ધ વિરોધ વધતો જઈ રહ્યો છે. આ નવા એક્ટે કેન્દ્રની ભાજપા સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટ 2019 વિરુદ્ધ વિરોધ વધતો જઈ રહ્યો છે. આ નવા એક્ટે કેન્દ્રની ભાજપા સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. પહેલા પણ દેશના રાજ્યો કે જ્યાં બીજેપીની સરકાર છે ત્યાં આ નિર્ણય સાથે સહમત ન્હોતી અને હવે ગુરુવારે દિલ્હી અને એનસીઆરમાં યુનાઈટેડ ફ્રેટ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશને કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ હડતાળ અને રસ્તા જામ કરાઈ રહ્યા છે. જો કેન્દ્ર સરકાર જલ્દી જ તેમાં કોઈ ફેરફાર નહિં લાવે તો દિલ્હીથી શરૂ થયેલી આ હડતાળ બીજા રાજ્યોમાં પણ આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે. કહેવાય છે કે કેન્દ્ર સરકાર આ ભારે દંડમાં ઘટાડો લાવી શકે છે.

નવા મોટર વ્હીકલ એક્ટને લઈ દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારો પણ તેને પૂર્ણ પણે લાગુ કરવામાં ખચકાઈ રહી છે. એટલું જ નહિં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અન્ય રાજ્યોની સરકાર પરિવહન મંત્રી નિતિન ગડકરીના આ નિર્ણયની વિરુદ્ધ છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દંડની જોગવાઈ પર પુનઃવિચાર કરવા માટે બેઠક પણ કરી રહી છે.

વોટર નારાજ થઈ શકે છે

વોટર નારાજ થઈ શકે છે

અત્યારે દેશના ચાર રાજ્યો હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની વિધાનસભા ચૂંટણી થવાની છે. આ એક્ટ લાગુ થયા બાદ કેન્દ્રની ભાજપા સરકારની બાજી બગડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારના એક્ટને કારણે તેમના વોટર નારાજ થઈ શકે છે. જેથી જલ્દી જ કેન્દ્ર સરકાર તેમાં સંશોધન કરી શકે છે.

ટ્રાન્સપોર્ટ યુનિયનની હડતાળ

ટ્રાન્સપોર્ટ યુનિયનની હડતાળ

તમને જણાવી દઈએ કે આ નવા મોટર વ્હીકલ એક્ટને લઈ ગુરુવારે દિલ્હી અને એનસીઆરમાં યુનાઈટેડ ફ્રંટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશનથી સંલગ્ન 41 ટ્રાન્સપોર્ટ યુનિયને હડતાળ કરી. જેમાં તમામ વ્યવસાયિક વાહન ચાલકોએ રસ્તા રોકો આંદોલન કર્યુ. જેને કારણે અહીંના લોકોને ભારે મુશ્કેલી પડી. પહેલી વાર આટલી મોટી સંખ્યામાં 41થી વધુ સંગઠનોએ એક મંચ પર આવી હડતાળ કરી છે. દિલ્હીમાં 90 હજાર ઓટો અને પોણા 3 લાખ ટેક્સી ચાલકો છે.

અન્ય પ્રદેશોમાં પણ આંદોલન થવાની શક્યતા

અન્ય પ્રદેશોમાં પણ આંદોલન થવાની શક્યતા

યુએફટીએના બેનર હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિરુદ્દ આ હડતાળમાં શામેલ 41 થી વધુ સંગઠનોએ રસ્તા જામ કર્યા. દંડની વધારેલી રકમ, વીમા કંપની દ્વારા અકસ્માત ભરપાઈ માટે ત્રીજા પક્ષને જવાબદાર ઠેરવવા, વાહન ચાલકોના પરિવારને વીમા સુરક્ષા પ્રદાન કરવા, નગર નિગમ ટોલ ટેક્સ લેવા સહિતના અનેક મુદ્દાઓને લઈ તેઓએ આ હડતાલ કરી. એવું પણ કહેવાઈ રહ્યુ છે કે જલ્દી જ સરકાર તેમની માંગ પૂરીં નહિં કરે તો આ સંગઠનો બીજા પ્રદેશોમાં પણ આ આંદોલન શરૂ કરી શકે છે.

રાજ્ય સરકારોની પણ નથી સહમતિ

રાજ્ય સરકારોની પણ નથી સહમતિ

કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે અન્ય રાજ્યોની બીજેપી સરકાર પણ સહમત નથી. જેનો સૌથી પહેલો વિરોધ ગુજરાતની બીજેપી સરકારે કર્યો અને તેમણે વાહનના નિયમો તોડનારને ચાલાનમાં ભારે છૂટ આપી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની રાશિને 50 ટકા જેટલી ઓછી કરી નાખી છે. જેમાં હેલ્મેટ ન પહેરનારને 1 હજારની જગ્યાએ ગુજરાતમાં 500 રૂપિયા, સીટ બેલ્ટ ન લગાવનારને એક હજારની જગ્યાએ 500 રૂપિયા કરાયા. ત્યાર બાદ ઉત્તરાખંડે પણ આ મુદ્દે કેબિનેટ બેઠક કરી કંઈક અંશે દંડની રાશિ ઘટાડી દીધી. સાથે જ મહારાષ્ટ્રની સરકારે આ નવા મોટર વ્હીકલ એક્ટને રાજ્યમાં ખતમ કરી દીધુ અને તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખી આ અધિનિયમના દંડ પર ફરી વિચારણા કરવા કહ્યુ છે.

જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ સહિતના રાજ્યોએ કહી દીધુ છે કે તેઓ અન્ય રાજ્યોમાં આ નવા મોટર વ્હીકલ એક્ટના પ્રભાવોનું અધ્યયન કર્યા બાદ જ તેને લાગુ કરશે. સાથે જ તમામ રાજકીય દળો પણ આ એક્ટ હેઠળની દંડની જોગવાઈ વિશે સતત વાંધો વ્યક્ત કરી રહ્યા છે. જો આ નવ રાજ્યોએ દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો તો અન્ય રાજ્યો પર પણ દંડની રાશિમાં ઘટાડો લાવવાનું દબાણ વધી જશે.

કેરળે પણ દંડની જોગવાઈમાં કર્યો ઘટાડો

કેરળે પણ દંડની જોગવાઈમાં કર્યો ઘટાડો

કેરળ સરકાર પણ દંડની જોગવાઈ પણ અધ્યયન કરી રહી છે. અન્ય રાજ્યોમાં લોકોના ગુસ્સાને જોતા રાજ્ય સરકારની પોલીસે નિર્દેશ જાહેર કર્યો છે કે તેઓ મોટુ ચાલાન કાપશે નહિં. ત્યાં જ દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટણીને જોતા રાજ્યની ભાજપા સરકારે પણ કેન્દ્ર સરકારને દંડમાં ઘટાડો કરવા અનુરોધ કર્યો છે.

આ નવ રાજ્યોમાં લાગુ નથી આ નવો એમવી એક્ટ

આ નવ રાજ્યોમાં લાગુ નથી આ નવો એમવી એક્ટ

છ રાજ્યોએ એક સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ કરાયેલા સંશોધિત મોટર વ્હીકલ એક્ટને પોતાને ત્યાં લાગુ કર્યો નથી. જેની પાછળ તેમનું સામાન્ય તર્ક નવા મોટર વ્હીકલ એક્ટના ભારે દંડનો વિરોધ છે. એનો અર્થ એ કે આ છ રાજ્યોમાં ટ્રાફિકના નિયમો તોડતા જૂનો જ દંડ વસુલાઈ રહ્યો છે. આ છ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશ છે. ઉપરાંત અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને દિલ્હીમાં નવા મોટર વ્હીકરલ એક્ટને લાગુ કરવાને લઈ હજુ અસમંજસ છે.

ભારે ચાલાન ચર્ચાનો વિષય

ભારે ચાલાન ચર્ચાનો વિષય

જે રાજ્યોમાં આ એક્ટ લાગુ કરાયો છે ત્યાંથી આ એક્ટ હેઠળ કરાયેલા ભારે ચાલાન હાલ ચર્ચાનો વિષય છે. પહેલી ખબર ગુડગાંવમાં એક સ્કૂટી સવારની છે જેનું 23 હજાર રૂપિયાનું ચાલાન કપાયુ. ત્યાર બાદ દિલ્હીમાં બાઈકનું 25,000 રૂપિયા ચાલાન કપાતા યુવકે બાઈકને ત્યાંજ આગ ચાંપી દીધી. ત્યાર બાદ એનસીઆરમાં બાઈકને 24000 અને 35000 રૂપિયા, રેવાડીમાં ટ્રકને 1,16,000 રૂપિયા, ગુડગાવમાં ટ્રેક્ટરને 59,000 અને દિલ્હીમાં ટ્રકવાળાને 1,41,000 રૂપિયા ચાલાન કપાયુ. આ ખબરોએ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.

આ પણ વાંચો: યુવતીના હંગામા પછી ટ્રાફિક પોલીસના કર્મચારીની કારનું ચાલાન કપાયું

English summary
Motor Vehicle Act: Will the Central Government Reduce Penalties?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X