For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામની ઘોષણા કરી

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસે 15 સીટો પર ઉમેદવારોની લિસ્ટ જારી કરી છે. આમાંથી 11 સીટો અનામત છે. તમને જણાવી દઈએ કે ખાલી સીટો પર છ મહિનાની અંદર ચૂંટણી કરાવવી જરૂરી હોય છે. માટે મધ્ય પ્રદેશની વિધાનસભામાં ખાલી પડેલી 15 સીટો પર 10 સપ્ટેમ્બરે છ મહિનાનો સમય પૂરો થઈ રહ્યો છે. કોંગ્રેસે આ ચૂંટણી માટે પોતાના દિગ્ગજ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

congress

જાણો કોને કઈ સીટની મળી ઉમેદવારી

ઉમેદવાર - સીટ

રવિન્દ્ર સિંહ તોમર - દિમાની

સત્યપ્રકાશ શેકરવર - અંબાહ

મેવારામ જાટવ - ગોહદ

સુનીલ શર્મા - ગ્વાલિયર

સુરેશ રાજે - દબરા

ફૂલ સિંહ બરૈયા - ભંદર

પ્રગીલાલ જાટવ - કરેરા

કન્હૈયા લાલ અગ્રવાલ - બમોસી

આશા દોહરે - અશોક નગર

વિશ્વનાથ સિંહ કુંજમ - અનુપપુર

મદનલાલ ચૌધરી અહીવાર - સાંચી

વિપિન વાનખેડે - આગર

રાજવીર સિંહ બઘેલ - હાટપિપલિયા

રામ કિશન પટેલ - નેપાનગર

પ્રેમચંદ ગુડ્ડુ - સનવર

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પહેલા બસપા પોતાના ઉમેદવારોનુ લિસ્ટ જારી કરી ચૂકી છે. જીરા સીટથી બસપાના પૂર્વ ધારાસભ્ય સોનેરામ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. વળી, રામપ્રકાશ રાજૌરિયાને મુરૈનાથી, ભાનુપ્રતાપસિંહ સખવારને અંબાહથી, યોગેશ મેઘસિંહ નરવરિયાને મેહગાંવથી, જસવંત પટવારીને ગોહદથી, સંતોષ ગૌડને ડબરાથી, કૈલાશ કુશવાહને પોહરીથી અને રાજેન્દ્ર જાટવને કરેરા સીટથી મેદાનમાં ઉતાર્યા છે.

પૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન, વાયરલ થયા Wedding Picsપૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન, વાયરલ થયા Wedding Pics

English summary
MP Assembly by-election: Congress announces names of candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X