For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP પેટાચૂંટણીઃ હાઈકોર્ટના આદેશ બાદ CM શિવરાજની સભાઓ રદ્દ, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે

MP પેટાચૂંટણીઃ હાઈકોર્ટના આદેશ બાદ CM શિવરાજની સભાઓ રદ્દ, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ મધ્ય પ્રદેશની 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે. કોરોના કાળમાં ચૂંટણી પ્રાર પણ તમામ પાર્ટીઓ માટે પડકારપૂર્ણ થઈ ગયો છે, કેમ કે રેલીઓ, સભાઓ વગેરેમાં વધુ ભીડ એકઠી કરવા પર રોક લાગી છે આ દરમ્યાન મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેંચે એક આદેશ આપ્યો, જે કારણે સીએમ શિવરાજ ચૌહાણની કેટલીય સભા રદ્દ કરવી પડી. જેના પર હવે તેઓ સુપ્રીમ કોર્ટનું રુખ અપનાવશે.

Shivraj singh chauhan

મામલામાં મુખ્યમંત્રી શિવેરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજે શાડોરા અને બરાચમાં મારી સભા હતી. હાઈકોર્ટના આદેશ બાદ જે રદ્દ કરવી પડી, માટે હું તમામ નાગરિકોની ક્ષમા માંગું છું. સીએમ શિવરાજ મુજબ હાઈકોર્ટે જે ફેસલો લીધો, તે અંતર્ગત રેલીઓ અને ચૂંટણી સભાઓ આયોજિત નહિ થાય. તેમણે કહ્યું કે હું કોર્ટના ફેસલાનું સન્માન કરું છું, પરંતુ આ ખોટું છે. એક રાજ્યમાં એક જગ્યાએ સભા થઈ શકે છે તો બીજી જગ્યાએ નહિ. બિહારમાં પણ દરરોજ સભાઓ થી રહી છે, આ કારણે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ ફેસલાની વિરુદ્ધ અપીલ કરશે.

બિહાર ચૂંટણી માટે જેડીયૂએ ઘોષણા પત્ર જાહેર કર્યો, જાણો શું વચનો કર્યાંબિહાર ચૂંટણી માટે જેડીયૂએ ઘોષણા પત્ર જાહેર કર્યો, જાણો શું વચનો કર્યાં

જણાવી દઈએ કે હાઈકોર્ટ શરૂથી જ મધ્ય પ્રદેશની રાજનૈતિક રેલીઓ પર નજર બનાવેલી છે. અગાઉ એક અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આદેશ આપ્યો હતો કે જો કોઈ સભા કે રેલીમાં વધુ ભીડ એકઠી થાય તો ઉમેદવાર અને પાર્ટી વિરુદ્ધ તરત FIR થાય. આ આદેશને કારણે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પૂર્વ સીએમ કમલનાથ પર FIR થઈ ચૂકી છે.

English summary
MP By Election: shivraj singh's rally cancelled after high court's order
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X