એમપીમાં કોંગ્રેસ વિધાયકની 'સેક્સ સીડી'થી ભૂકંપ
ઇન્દોર, 24 ઓક્ટોબર: મધ્ય પ્રદેશમાં 25 નવેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ટીકિટ મેળવવા અને વિરોધીઓની ટીકિટ કાપવાની ગંદી રાજનીતિ શરૂ થઇ ગઇ છે. મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના દેપાલપુરથી કોગ્રેસ વિધાયક સત્યનારાયણ પટેલની કથિત સેક્સ સીડીએ ઇન્દોરમાં ઉથલપાથલ મચાવી દીધી છે. વાત દિલ્હી સુધી પહોંચી ગઇ છે. વિધાયક સત્યનારાયણ પટેલ સાથે જોડાયેલ કથિત અશ્લિલ સીડીનો મામલો રાજનૈતિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.
વિધાયક પટેલે લગભગ 18 સેકેન્ડવાળી આ કથિત સીડીને એક આવેદનની સાથે પોલીસની સાઇબર સેલ બ્રાંચને સોંપી દીધી છે અને તેની સત્યતા સામે લાવવા માટે અનુરોધ કર્યો છે. પટેલે પત્રકારોને જણાવ્યું કે આ સીડીમાં તેમના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણપણે અસત્ય છે. તેમણે જણાવ્યું કે કોઇ વ્યક્તિએ કાવતરારૂપે તેમની છબિને ખરાબ કરવાના ઇરાદાથી આ સીડીને બનાવીને તેને સાર્વજનિક કરી છે.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસના જ કેટલાંક નેતા દેપાલપુર વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે અને તેમણે આશંકા છે કે આવા જ લોકોએ આ કામ કરાવ્યું હશે. આ કથિત સીડીમાં એક વ્યક્તિ મહિલાની સાથે આપત્તિજનક સ્તિથિમાં જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
