MP : શિવરાજસિંહ કરતા પત્ની સાધનાસિંહ વધુ ધનવાન

ભોપાલ, 8 નવેમ્બર : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની પત્ની સાધના સિંહ ચૌહાણ પોતાના પતિ કરતા પણ વધારે ધનવાન છે. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર સાધનાસિંહની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.

મંગળવારે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સૌગંદનામામાં આપેલી માહિતી અનુસાર શિવરાજ સિંહની ઇન્કમટેક્સ ચૂકવ્યા બાદની કુલ આવક 17.12 લાખ રૂપિયા છે. જ્યારે પત્ની સાધના સિંહની ઇન્કમટેક્સ ચૂકવ્યા બાદની આવક 20.5 લાખ રૂપિયા છે.

shivraj-singh-chouhan

શિવરાજ સિંહ અને સાધના સિંહ પાસે જંગમ મિલકતમાં 6.26 કરોડની સંપત્તિ છે. જેમાં શિવરાજનો હિસ્સો 2.4 કરોડ રૂપિયા અને સાધના સિંહનો હિસ્સો 3.8 કરોડ રૂપિયા જેટલો છે.

નોંધનીય છે કે વર્ષ 2008માં સાધના સિંહના બેંક એકાઉન્ટમાં રૂપિયા 1.8 લાખ હતા. જો કે વર્ષ 2013માં તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા 8.6 લાખ રૂપિયા છે. બીજી તરફ શિવરાજ સિંહના ખાતામાં વર્ષ 2008માં 1 લાખ રૂપિયા હતા જે વર્ષ 2013માં વધીને 10.5 લાખ રૂપિયા થયા છે.

આશ્ચર્યની બાબત એ છે કે દંપત્તિની સ્થાવર મિલકતમાં શિવરાજ સિંહની સંપત્તિમાં 64 ટકા અને સાધના સિંહની સંપત્તિમાં 140 ટકાનો વધારો નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X