મુદ્રા યોજના હેઠળ 12 કરોડ પરિવારોને આપી 6 લાખ કરોડની લોનઃ પીએમ
પોતાની સરકારના ચાર વર્ષ પૂરા થયા બાદ પીએમ મોદીએ ઉજ્વલા યોજના અંગે નવો એપ દ્વારા લોકો સાથે વાતચીત કરી.
પોતાની સરકારના ચાર વર્ષ પૂરા થયા બાદ પીએમ મોદીએ ઉજ્વલા યોજના અંગે નવો એપ દ્વારા લોકો સાથે વાતચીત કરી. એક તરફ પીએમ મોદીએ પોતાની સરકારના ચાર વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ તો વળી, બીજી તરફ લોકોને આ સ્કીમ સાથે જોડાવાનું પણ આહવાન કર્યુ. લોકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, 'જ્યારે કૌશલ્યને પ્રોત્સાહન મળે છે ત્યારે તે વધુ આગળ વધે છે.'

પીએમ મોદીએ નમો એપ દ્વારા લોકો સાથે વાતચીત કરી
લોકો સાથે નમો એપ દ્વારા વાત કરતાં પીએમ મોદીએ કહ્યુ, "માની લો કે કોઈ માળી બીજાના બગીચામાં કામ કરે છે, જો તેને મુદ્રા યોજના જેવી યોજનામાંથી કંઈક લાભ મળી જાય તો તે પોતાની નર્સરી શરૂ કરી શકે છે." બેંક લોન વિશે પીએમ મોદીએ કહ્યુ કે આજે 110 બેંક જ નહિ પરંતુ 72 માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ અને 9 નૉન બેંકિગ ફાઈનાન્સ કંપનીઓએ પણ આ લોન શરૂ કરી છે.

મુદ્રા યોજના હેઠળ 12 કરોડ પરિવારોને આપી 6 લાખ કરોડની લોન
મુદ્રા યોજના હેઠળ લાભાર્થીઓ વિશે જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યુ કે, "તમને એ જાણીને ખુશી થશે કે અત્યાર સુધી કુલ 12 કરોડની લોન દ્વારા છ લાખ કરોડની લોન આપવામાં આવી છે. આમાં કુલ 9 કરોડ લાભાર્થી મહિલાઓ શામેલ છે, જેમાં લક્ષથી વધુ લોકોને લોન આપવામાં આવી. આમાં 3 કરોડથી વધુ એટલે કે 28 ટકા લોકો એવા છે જેમણે પહેલી વાર પોતાનો કારોબાર શરૂ કર્યો છે."

મુદ્રા યોજના હેઠળ 55 ટકા લોન નીચલી જાતિના લોકો અપાઈ ચૂકી છે
પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, "મુદ્રા યોજના હેઠળ 55 ટકા લોન નીચલી જાતિના લોકોને આપવામાં આવી ચૂકી છે. જેમાં એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓ શામેલ છે. મુદ્રા યોજના વિશે પીએમ મોદીએ કહ્યુ કે આ એક એવી યોજના છે જેણે કોઈ ભેદભાવ વિના નીચલી જાતિના સમાજને મજબૂત કરવાનું કામ સફળતાપૂર્વક કર્યુ છે." મુદ્રા યોજના વિશે પીએમ મોદીએ કહ્યુ કે મુદ્રા યોજનાને કારણે દેશમાં રોજગાર અનેક ગણો વધ્યો છે.












Click it and Unblock the Notifications
