For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન યુદ્ધ વચ્ચે મુઘલ-રાજપૂત સંઘર્ષનો એંગલ આવ્યો તો ભડકી ગયા અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી રશિયા યુક્રેન યુદ્ધમાં મુઘલોના ઉલ્લેખ પર ગુસ્સે થયા છે.

|
Google Oneindia Gujarati News

Ukraine War : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી રશિયા યુક્રેન યુદ્ધમાં મુઘલોના ઉલ્લેખ પર ગુસ્સે થયા છે. ઓવૈસીએ યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાના નિવેદન પર સખત વાંધો ઉઠાવતા કહ્યું કે, તેમને ઈતિહાસની અધૂરી જાણકારી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનના રાજદૂતે રશિયન હુમલાને નરસંહાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મુઘલોએ રાજપૂતો સાથે જે કર્યું હતું તે આ જ હતું.

ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ બાદ આપ્યું નિવેદન

ભારતમાં રશિયાના રાજદૂત ઇગોર પોલિખાએ મંગળવારના રોજ યુક્રેનમાં રશિયન હુમલાને મધ્યયુગીન ભારતમાં રાજપૂતો વિરુદ્ધ કથિત મુઘલ નરસંહાર સાથે સરખાવ્યોહતો.

યુક્રેનના ખાર્કિવ શહેરમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ પોલિખા નવી દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રાલય પહોંચી હતી. આ દરમિયાન તેમણેપત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.

રાજદૂતે પુતિનને રોકવાની અપીલ કરી

રાજદૂતે પુતિનને રોકવાની અપીલ કરી

મીડિયા સાથે વાત કરતા યુક્રેનના રાજદૂતે કહ્યું હતું કે, રશિયન હુમલો બિલકુલ મુઘલો દ્વારા રાજપૂતોના નરસંહાર જેવો છે. હું વિશ્વના તમામ પ્રભાવશાળી નેતાઓનેઅપીલ કરું છું કે, તેઓ તમામ સંસાધનોનો ઉપયોગ કરીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામેના હુમલાને અટકાવે. હું વડાપ્રધાન મોદીને પણ અપીલ કરું છું. હવેAIMIM નેતા ઓવૈસીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.

ઓવૈસીએ કહ્યું - અધૂરું જ્ઞાન તમારી પાસે રાખો

ઓવૈસીએ કહ્યું - અધૂરું જ્ઞાન તમારી પાસે રાખો

ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું, માન્યવર ભારતના મધ્યકાલીન ઈતિહાસની અડધી પૂરી જાણકારી તમારી પાસે રાખો. તે ઇસ્લામોફોબિયાને છતુ કરે છે. શું થઈ રહ્યું છે તેખોટી રીતે રજૂ કરશો નહીં. મને આશ્ચર્ય થાય છે કે, તેમને નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચવા માટે મુઘલોનો ઉપયોગ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો?'

ઉલ્લેખનીય છે કે,ભારતે અત્યાર સુધી રશિયન હુમલાનો ખૂબ જ ધીમો જવાબ આપ્યો છે. નવી દિલ્હીએ ખુલ્લેઆમ રશિયાની ટીકા કરી નથી અને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવપર મતદાનમાં ભાગ લીધો નથી.

English summary
Mughal-Rajput conflict erupts amid Ukraine war, Asaduddin Owaisi got angry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X