કેજરીવાલના ધરના પર નકવીએ કહ્યું, કામમાં ઝીરો અને ધરનામાં હીરો
છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી ઘ્વારા કેન્દ્ર સરકાર અને એલજી વિરુદ્ધ મોરચો ખોલી નાખવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી ઘ્વારા કેન્દ્ર સરકાર અને એલજી વિરુદ્ધ મોરચો ખોલી નાખવામાં આવ્યો છે. ત્યારપછી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ઘ્વારા અરવિંદ કેજરીવાલ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે કામમાં ઝીરો અને ધરના આપવામાં હીરો, કરવું કઈ જ નથી, બસ ખાલી ધરના આપવા છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની વિચારધારા આવી જ છે. તેમને દિલ્હીના લોકોનો વિશ્વાસ તોડ્યો છે, જેને કારણે દિલ્હીવાસીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે.

આ પહેલા રવિવારે આમ આદમી પાર્ટીના હજારો સમર્થકો દિલ્હીના રસ્તા પર ઉતરી આવ્યા અને પીએમ આવાસ ઘેરવા માટે બહાર આવ્યા હતા. આમ આદમી પાર્ટી નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હીના અધિકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ મિટિંગ અટેન્ડ નથી કરી રહ્યા. આ પ્રોટેસ્ટ જોતા દિલ્હી મેટ્રોના ચાર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ઘ્વારા આ પ્રદર્શન માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ના હતી. જેને કારણે ચાર મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા.
આઈએએસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની કોઈ હડતાલ નથી
આપણે જણાવી દઈએ કે રવિવારે આમ આદમી પાર્ટી ઘ્વારા દિલ્હીમાં પીએમ મોદીના આવાસ બહાર પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારપછી આઈએએસ એસોસિયેશન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હડતાલ પર નથી અને રજાના દિવસે પણ તેઓ કામ કરી રહ્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ અધિકારીઓ મુખ્યમંત્રીની બેઠકમાં ભાગ નથી લઇ રહ્યા અને તેમને કામકાજ ઠપ્પ કરી નાખ્યું છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
