For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ સિંહે આપ્યો સોનિયા-રાહુલને વીજળીનો કરંટ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 12 એપ્રિલ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબંધોમાં આવેલી કડવાશ હવે સામે આવા લાગી છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ વીજળીના કરંટનું ઉદાહરણ છે જે મુલાયમે સોનિયા અને રાહુલ ગાંધીને આપ્યો છે. આ ઝટકો છે રાયબરેલી અને અમેઠીને આપવામાં આવતી વીજળી સપ્લાયનો જેમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે.

મુલાયમ સિંહના પુત્ર અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે વિશેષ આદેશ જારી કરતા રાયબરેલી અને અમેઠીથી વીજળી સપ્લાયના મામલામાં વીવીઆઇપી શહેરનો દરજ્જો છીનવી દીધો. હજી સુધી આ બંને શહેરોને 24 કલાક માટે વીજળી મળતી હતી. પરંતુ હવે તેને ઘટાડીને 10થી 12 કલાક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વીજળીનું ઉત્પાદન ઓછું થયું તો તેમાં વધું કાપ મૂકાઇ શકે છે.

sonia rahul mulayam
અખિલેશ યાદવે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સપા સરકાર પર વીજળીના રાજનીતિકરણનો આરોપ લગાવ્યો. ભાજપાએ માત્ર ચાર દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે સપા સરકાર કોંગ્રેસ તથા સપાના સંસદીય વિસ્તારો ઉપરાંત બાકીના બધા વિસ્તારો પ્રત્યે અલગ વ્યવહાર કરી રહી છે. વીજળી વિભાગે આ અંગે રિપોર્ટ આપ્યો તો મુખ્યમંત્રીએ તમામ શહેરોમાં બરાબર વીજળી સપ્લાઇ કરવાની વાત કરી. જોકે હજી પણ કેટલાક શહેરોને વીવીઆઇપીનો દરજ્જો જારી રહેશે. જેમાં લખનઉ, નોયડા, ગાઝિયાબાદ, મેનપુરી, કન્નૌજ, ઇટાવા વગેરેનો સમાવેશ થાય છે.

આમ જોઇએ તો વીજળીનો આ ઝટકો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે છે કારણ કે આ વખતે સપા સરકારે સીધો તેમના સંસદીય વિસ્તાર પર વાર કર્યો છે. ખાસ વાત એ છે કે સોનિયા, રાહુલ દરેક વખતે આવે છે અને અહીં નવી યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરે છે. કેટલાક વચનો પૂરા કરતા તેમણે નવી યોજનાઓ શરૂ પણ કરી છે, પરંતુ વીજળીની આપૂર્તી 24 કલાક નહીં થતા તેમના સંચાલનમાં વિક્ષેપ આવી શકે છે.

English summary
SP supremo Mulayam Singh Yadav has given an electric current to Sonia Gandhi and Rahul Gandhi by reducing the power supply to Rai bareli and Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X