મુલાયમ સિંહ PMના ઘરમાં ઝાડું મારવાને પણ લાયક નથી: બેની

beni prasad verma
ફૈઝાબાદ/નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ એકવાર ફરી મુલાયમ સિંહ યાદવને લઇને વિવાદિત ટિપ્પણી કરીને હલચલ મચાવી દીધી છે. ક્યારેક નજીકના દોસ્ત રહી ચૂકેલા મુલાયમ સિંહ માટે બેનીએ એવું કહી દીધું કે મુલાયમ સિંહ તો પ્રધાનમંત્રીના ઘરની બહાર ઝાડું લગાવવા પણ લાયક નથી. બેની પ્રસાદના આ નિવેદન પર બંને પાર્ટીઓમાં ઘર્ષણોના સંકેતો મળી રહ્યા છે.

બેનીએ જણાવ્યું કે મુલાયમ પ્રધાનમંત્રી બનવાનું સપનું સેવી રહ્યા છે, પરંતુ પહેલા તેમણે પ્રધાનમંત્રીના ઘરની બહાર સફાઇ કરનારાની નોકરી માટે કોશિશ કરવી જોઇએ. 77 વર્ષના બેનીએ ફૈસાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. બેનીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી ખોટી અને છેતરપીંડી પર આધારીત પાર્ટી છે અને તેને કોંગ્રેસ જ ખતમ કરશે. જ્યારે કોંગ્રેસે બેનીના નિવેદનથી છેડો ફાડતા તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવ્યું.

કભી સપામાં રહી ચૂકેલા બેની પ્રસાસ મુલાયમથી એટલા નારાજ છે કે તેઓ હંમેશા તેમની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા રહે છે. આ પહેલા તે સપાને આતંકવાદીઓની સમર્થક પાર્ટી ગણાવી હતી, જેના પર પણ ભારે હોબાળો મચવા પામ્યો હતો, અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમા દખલગીરી કરવી પડી હતી.

મુલાયમના ખૂબ જ નજીક રહી ચૂકેલા બેની વર્મા અમર સિંહના કારણે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. આના પગલે કૂર્મી નેતા વર્માએ 2007માં સપા છોડી દીધી. 2009 લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી જીતીને મંત્રી બની ગયા. પરંતુ મંત્રી બન્યા બાદ પણ તેમણે મુલાયમ પર હુમલો કરવાની કોઇ તક છોડી નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X