મુલાયમ સિંહ યાદવને 'ફાધર ઑફ મુસ્લિમ'ની ઉપાધિ

લખનઉ, 24 ડિસેમ્બર: રસ્તાથી માંડીને સાંસદ સુધી મુસ્લિમોના વ્યાજબી હકની લડાઇ લડવા માટે સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ મુલાયમ સિંહ યાદવને 'ફાધર ઑફ મુસ્લિમ્સ'ની ઉપાધિથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમના પગલે ચાલી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને 'વૉઇસ એંડ ફ્રેંડ ઑફ મુસ્લિમ્સ'ની ઉપાધિ આપવામાં આવશે. આ જાહેરાત હિન્દુસ્તાન ફ્રંટે કરી.

હિન્દુસ્તાન ફ્રંટ બંને નેતાઓના સન્માનપત્ર ફ્રેબ્રુઆરીમાં થનાર 'મુસ્લિમ અધિકાર તથા સન્માન સંમેલન'ના અવસર પર ભેટ આપશે. મંગળવારે ફ્રંટના અધ્યક્ષ કાલી શંકરની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કો. ઓપરેટિવ બેંકના ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં મુસ્લિમ સમાજના અધિકાર, સન્માન, સુરક્ષા પર ચર્ચા કરી રણનિતી બનાવવામાં આવી.

બેઠકમાં કાલી શંકરે કહ્યું કે સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને દેશમાં મુસ્લિમોના હિતો, સુરક્ષા, અધિકારો તથા સન્માનની લડાઇ લડવા માટે 'ફાધર ઑફ મુસ્લિમ્સ' સન્માનથી નવાજવામાં આવશે. તેમણે જણાવ્યું કે ફ્રેબ્રુઆરીમાં લખનઉમાં આયોજિત થનાર 'મુસ્લિમ અધિકાર તથા સન્માન સંમેલન'માં તેમને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.

mulayam-singh-yadav

ફ્રંટના અધ્યક્ષે કહ્યું કે આ સમારોહમાં મુસ્લિમોના કલ્યાણ તથા વિકાસ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવા અને પ્રદેશમાં થયેલા રમખાણો દરમિયાન મુસ્લિમોની સુરક્ષા માટે સરાહનીય કાર્ય કરવા પર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને 'વૉઇસ એંડ ફ્રેંડ ઑફ મુસ્લિમ્સ'ની ઉપાધિથી નવાજવામાં આવશે.

બેઠકમાં કેન્દ્ર સરકાર પાસેથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી. એટલું જ નહી, ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને ભડકાઉ ભાષણો પર પ્રતિબંધ લગાવવા અને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને રાષ્ટ્રદ્રોહી જાહેર કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે થોડા દિવસો પહેલાં સંસદની બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમના આ નિવેદન પર નિવેદનથી ફરી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X