For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમને ટેકૂચંદ ગણાવતાં ઠાકરે

|
Google Oneindia Gujarati News

mulaym-thackeray
મુંબઈ, 22 સપ્ટેમ્બર : શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ મુલાયમ સિંહ ઉપર જોરદાર હમલો કરતાં તેમને ટેકૂચંદની ઉપાધિ આપી છે. ઠાકરેએ જણાવ્યુ કે એક બાજુ માલુયમ યુપીએ સરકારને ટેકો આપે છે, તો બીજી બાજુ વિરોધ કરે છે. તેમનું આ નાટક આજનું નથી. અગાઉ પણ મુલાયમ યુપીએની સરકારને બચાવતાં આવ્યાં છે અને આ વખતે પણ તેઓ ટેકૂચંદ બનીને સરકારને બચાવવાનું કામ કરી રહ્યાં છે.

શિવસેના સુપ્રીમો ઠાકરેએ મુલાયમની ટીકાની કરવાની સાથે જ પોતાના પક્ષનાં મુખપત્ર સામનામાં તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કર્યાં છે. તેમણે જણાવ્યુ કે મમતાએ સરકારને આપેલો ટેકોપાછો ખેંચી સિદ્ધ કરી આપ્યું કે તે કેન્દ્ર સરકાર દ્વારા કરાતાં પાપમાં ભાગીદાર નથી. પણ શરદ પવાર તેમજ ડીએમકે અત્યાર સુધી કેન્દ્ર સરકારના પાપોને ટેકો આપી રહ્યાં છે. જે પક્ષો કૉંગ્રેસ સાથે ભ્રષ્ટાચારમાં શામેલ છે, તેઓ કૉંગ્રેસ કરતાં પણ મોટા ગુનેગાર છે.

બાળાસાહેબ ઠાકરે જણાવે છે કે મમતાએ ઘરેલુ ગેસ અને રિટેલ બઝારમાં એફડીઆઈના વિરોધમાં મનમોહન સરકારને આપેલ પોતાનો ટેકો પાછો ખેંચી એક દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. ઠાકરેએ મુલાયમ સાથે જ માયાવત ઉપર પણ આરોપ મૂક્યાં છે. ઠાકરેએ મુલાયમને તકવાદી નેતા ગણાવતાં જણાવ્યું કે એક બાજુ તેઓ કૉંગ્રેસની નીતિઓનો વિરોધ કરે છે અને બીજી બાજું તેને ટેકો પણ જાળવી રાખે છે.

નોંધનીય ચે કે મુલાયમ સિંહ યાદવનો સમાજવાદી પક્ષ પણ મોંઘવારી અને એફડીઆઈ વિરુદ્ધ અપાયેલ ભારત બંધમાં જોડાયો હતો. એક બાજુ એસપી યુપીએ સરકારના નિર્ણયોનો વિરોધ કરે છે, તો બજી બાજુ ટેકો જાળવી રાખે છે.

મમતાએ ટેકો પાછો ખેંચ્યા બાદ અત્યાર સુધી મુલાયમ ઘણાં મુલાયમ દેખાઈ રહ્યાં છે, જેને લીધે તેમની ઉપર આંગળી ચિંધાવા લાગી છે.

English summary
Shiv Sena chief Bal Thackeray made his statement in saamna that mulayam singh yadav is 'theakuchand'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X