મહારાષ્ટ્રઃ ઠાણેમાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકોના મોત, ઘણા લોકો કાટમાળમાં દબાયા

મહારાષ્ટ્રમાં એક વાર ફરીથી ઈમારત પડવાની ઘટના સામે આવી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વાર ફરીથી ઈમારત પડવાની ઘટના સામે આવી છે. મુંબઈ પાસે ઠાણેના ભિવંડીમાં ત્રણ માળની ઈમારત અચાનકથી ધરાશાયી થઈ ગઈ. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ આંકડો હજુ પણ વધવાની શંકા છે. ઈમારતના કાટમાળમાં 20 થી 25 લોકો ફસાયા હોવાની સંભાવના છે જ્યારે સ્થાનિક લોકોની મદદથી અત્યાર સુધી 20 લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. બધા ઘાયલોને નજીકની હોસ્પિટમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. વળી, એનડીઆરએફની ટીમો ઘટના સ્થળો પહોચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. કાટમાળની નીચેથી લોકોને કાઢવાનુ કામ ચાલી રહ્યુ છે.

Mumbai

દૂર્ઘટના સોમવારે સવારે બની. બધા લોકો ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા ત્યારે ત્રણ માળની ઈમારત અચાનક પડી ગઈ. આ દૂર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, આ સંખ્યા હજુ વધવાની સંભાવના છે. કાટમાળની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનુ કામ ચાલુ છે. એનડીઆરઆફ સાથે સાથે સ્થાનિક લોકોને રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. રાહત અને બચાવ ટીમે કાટમાળ નીચેથી એક બાળકને સુરક્ષિત રીતે કાઢી લીધો છે. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X