For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: મુંબઈના ધારાવીમાં વધુ એક કેસ સામે આવ્યો, 35 વર્ષના ડૉક્ટરને કોરોનાથી સંક્રમિત

Coronavirus: મુંબઈના ધારાવીમાં વધુ એક કેસ સામે આવ્યો, 35 વર્ષના ડૉક્ટરને કોરોનાથી સંક્રમિત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. ધારાવીમાં 35 વર્ષના એક ડૉક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ મળી ગયો છે. અગાઉ ધારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના મોત થઈ ચૂક્યાં છે જ્યારે ગુરુવારે બીએમસીનો એક સફાઈ કર્મચારી પણ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા હતા. આવી રીતે ધારાવીમાં અત્યાર સુધી કોરોના વાયરસના ત્રણ મામલા સામે આવી ચૂક્યા છે.

વધુ એક કેસ પોઝિટિવ

વધુ એક કેસ પોઝિટિવ

ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ સંક્રમિત ડૉક્ટરના પરિવારના સભ્યોને ક્વારંટાઈન કરી દેવામાં આવ્યા છે. આજે આ તમામ લોકોના ટેસ્ટ કરવામાં આશે. બીએમસી ડૉક્ટરના સંપર્કમાં આવેલ લોકોની જાણકારી એકઠી થઈ રહી છે. જ્યારે જે બિલ્ડિંગમાં ડૉક્ટરનો પરિવાર રહે છે, તેને સીલ કરી દેવામાં આવ્યો છે.

સફાઈ કર્મચારી

સફાઈ કર્મચારી

મુંબઈની ગાઢ વસ્તીવાળા વિસ્તારમાં કોરોના વાયરસના બીજા મામલાની પુષ્ટિ થઈ છે. BMCનો એક 52 વર્ષીય સફાઈ કર્મચારી કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો છે, તે વર્લી વિસ્તારમાં રહે છે પરંતુ તેનું પોસ્ટિંગ ધારાવીમાં હતું. સફાઈ કર્મચારીના પરિવારના સભ્યો અને 23 સહભાગીઓને ક્વોરંટાઈન થવા કહ્યું છે.

મહારાષ્ટ્રમાં 400ને પાર

મહારાષ્ટ્રમાં 400ને પાર

અગાઉ ધારાવીમાં પહેલો કેસ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો, જ્યારે શાહૂ નગરમાં એક 56 વર્ષીય વ્યક્તિનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દર્દીને સાયન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું. મૃતકના પરિવારના અન્ય 7 સભ્યોને હોમ ક્વારંટાઈન કરી દેવામાં આવ્યા છે. જે બિલ્ડિંગમાં તેઓ રહે છે, તેને સીલ કરી દેવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 400ને પાર પહોંચી ચૂકી છે.

દેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડદેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડ

English summary
Mumbai: another COVID19 case confirmed in Dharavi, 35-yr-old doctor tested positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X