મુંબઈ બિલ્ડિંગ દૂર્ઘટનાઃ કાટમાળમાંથી સુરક્ષિત બહાર કઢાયુ 4 વર્ષનું બાળક, હોસ્પિટલમાં ભરતી
મુંબઈના ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ નામની ચાર માળની ઈમારત પડી ગઈ. અત્યાર સુધીમાં બે લોકોના મોતની અધિકૃત પુષ્ટિ થઈ છે.
મુંબઈના ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ નામની ચાર માળની ઈમારત પડી ગઈ. અત્યાર સુધીમાં બે લોકોના મોતની અધિકૃત પુષ્ટિ થઈ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. વળી, અત્યાર સુધીમાં 5 લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા લોકોમાં 4 વર્ષનું એક માસુમ બાળક પણ છે જેને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે એક અનુમાન મુજબ બિલ્ડિંગમાં 40-50 લોકો દબાયા હોવાની સંભાવના છે. સ્થાનિક નજરે જોનારાઓ મુજબ પડી ગયેલી બિલ્ડિંગ 80-100 વર્ષ જૂની હતી. ઈમારત પડી ગયા બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીઆરએફ)ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મુજબ મુંબઈના ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ બિલ્ડિંગનો ભાગ પડી ગયો જેની નીચે 40થી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના છે. જણાવવામાં આવી રહ્યુ છે કે MHADA અને BMCએ બિલ્ડિંગના રિપરિંગ માટે પહેલેથી જ નોટિસ આપેલી હતી.












Click it and Unblock the Notifications
