મુંબઇ: કેબ ડ્રાઇવરે મહિલાને લૂંટી, કર્યો તેનો બળાત્કાર

Written By:
Subscribe to Oneindia News

મુંબઇમાં ચાલતી ટેક્સીમાં મહિલા પર બળાત્કારની થવાની ઘટના સામે આવી છે. પોલીસે કૈબના ડ્રાઇવર અને તેના એક મિત્રની ધરપકડ કરી લીધા છે અને તેના પર 376 બળાત્કાર અને ચોરીનો ગુનો નોંધ્યો છે. આ બંન્ને પર આરોપ છે કે, 19 ડિસેમ્બરની રાત્રે એક 32 વર્ષીય મહિલા જે કાશિમિરાથી થાણે તેની કૈબમાં જઇ રહી હતી ત્યારે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. મહિલા પર બળાત્કાર કરવાવાળા ટૈક્સી ડ્રાઇવર સુરેશ ગોસાવી અને તેનો મિત્ર ઉમેશ ઝાલાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 26 ડિસેમ્બર સુધી પોલીસ હિરાસતમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.

mumbai

ઉલ્લેખનીય છે કે પોલીસ હજુ આ મામલાની તપાસ કરી રહી છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, કૈબ ડ્રાઇવર તેને ખોટા રસ્તે લઈ ગયો હતો અને સૌ પ્રથમ તેની પાસેથી પૈસા, મોબાઇલ અને પર્સ લઈ લીધા હતા. એ બાદ કોઈ સુમસામ જગ્યા પર કૈબ ઊભી રાખીને તેના પર બળાત્કાર કર્યો હતો. આ તમામ ઘટના પર કૈબ કંપનીએ કહ્યુ છે કે, તેમનું આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી. તે ઉપરાંત ડ્રાઇવર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડ્યુટી પર જ નહતો. તેવી કંપનીએ પોલીસને જણાવ્યું હતું.

English summary
mumbai cab driver and aide held for raping woman in moving car

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.