મુંબઈના ગોરેગાંવમાં સ્થિત બિલ્ડિંગમાં લાગી આગ, 7ના મોત, ઘણા ઘાયલ
Mumbai Fire: મુંબઈના ગોરેગાંવમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, આજે ગોરેગાંવ સ્થિત એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આગ આજે વહેલી સવારે 3 વાગે લાગી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે.
આ બિલ્ડિંગ એમજી રોડ, ગોરેગાંવ વેસ્ટ પાસે આવેલી છે, જેનું નામ જય સંદેશ બિલ્ડિંગ છે. આગના સમાચાર મળ્યા બાદ મુંબઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઈમારત પાંચ માળની છે.

BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી, જ્યાં કચરો અને વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા જેના કારણે લોકો અલગ-અલગ ફ્લોર પર ફસાયા હતા. અકસ્માત બાદ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 30થી વધુ બાઇક અને 4 કારમાં પણ આગ લાગી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં કુલ 46 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7ના મોત થયા છે જ્યારે 39 એચબીટી અને કૂપર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.












Click it and Unblock the Notifications
