મુંબઇના બીજા સી લિંકને સરકારે લીલી ઝંડી આપી

એમટીએચએલ અથવા સિવડી ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિંકનો પ્રોજેક્ટ વર્ષ 2017 સુધીમાં પુરો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ પાઠળ અંદાજે 9,630 કરોડ રૂપિયા ખર્ચ થવાની શક્યતા છે. મુંબઇમાં રાજીવ ગાંધી બાંદ્રા વર્લી સી લિંક બાદ અરબ સાગરમાં આ બીજો અને દેશનો સૌથી મોટો 22 કિલોમીટરનો લાંબો પુલ બનશે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ચ ઓથોરિટી (એમએમઆરડીએ)ના જોઇન્ટ ડાયરેક્ટર (પ્રોજેક્ટ) ડી કવથરકરે જણાવ્યું કે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે સોમવારે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
દક્ષિણ મુંબઇના સિવડીથી શરૂ થનારો આ 6 લેનનો માર્ગ સી લિંક માર્ગથી થાણે ક્રીક થઇને રાયગઢ જિલ્લાની પાસે આવેલા ન્હાવા શેવા પાસેના ચર્લી ગામમાં પૂરો થશે. કવથકરે જણાવ્યું કે આગામી 3 મહિનામાં ઔપચારિકતા પૂરી કર્યા બાદ અમને આશા છે કે જાન્યુઆરી 2013થી તેનું કામ શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
