મુંબઇ ગેંગરેપ: પાંચ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ
મુંબઇ, 19 સપ્ટેમ્બર : મુંબઇના શક્તિ મિલ ગેંગરેપ મામલામાં મુંબઇ પોલીસે ચાર્જશીટ ગુરુવારે દાખલ કરી દીધી છે. ચાર્જશીટ કુલ 600 પાનાની છે જેમાં પાંચ આરોપીઓની સામે ચાર્જશીજ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં એક આરોપી સગીર વયનો છે જેના કેસને જુવેનાઇલ બોર્ડ જોઇ રહ્યું છે. આ કેસને મેટ્રોપોલિટિન કોર્ટથી સેશન્સ કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યો છે.

પોલીસે જેની ધરપકડ કરી છે તેમાં સલીમ અંસારી, વિજય જાધવ, મોહમ્મદ કાસિમ હફીજ શેખ ઉર્ફ કાસિમ બંગાલી તથા સિરઝા ખાનનો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં એક અન્ય આરોપી સગીર વયનો છે.












Click it and Unblock the Notifications
