#MumbaiRain: છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયું બંધ

મુંબઇમાં ભારે વરસાદના કારણે મુંબઇનું આંતરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરવામાં આવ્યું. સાથે જ સરકારે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યા છે. જાણો મુંબઇ વરસાદ વિષે જાણવા જેવી તમામ મહત્વની વાતો અહીં.

મુંબઇમાં ફરી એક વાર ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. મંગળવારે અહીં પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે કુરલા સહિત અનેક વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. ટ્રાફિક જામની પણ ભારે સમસ્યા અહીં જોવા મળી રહી છે. મંગળવારથી જ લોકોને પોતાના ઘરે પરત ફરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આજે પણ ભારે વરસાદના કારણે અહીંની સ્કૂલ અને કોલેજોમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વિનોદ તાવડે ખુદ આ વાતની જાણકારી આપી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આવનારા 48 કલાકમાં મુંબઇ અને કોંકણ પટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં થઇ રહેલા ઉપરી લોવર પ્રેશનના કારણે આ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે.

Mumbai rain

વધુમાં ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. અને 56 જેટલા વિમાનોને બેંગલુરુ, ગોવા, દિલ્હી અને હૈદરાબાદમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વધુમાં વેસ્ટર્ન રેલ્વે સમેત મધ્ય રેલ્વેની પણ 11 ટ્રેનોને રદ્દ કરવામાં આવ્યું છે. અને બે સેન્ટ્રલ રેલ્વે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. વધુમાં બીએમસીએ કંટ્રોલ રૂમથી સંપર્ક કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે જે આ મુજબ છે.

  • કંટ્રોલ રૂમ: 100/02525297023/02525297004
  • મોબાઇલ/ વોટ્સઅપ નંબર- 09730711119/09730811119
  • વસઇ બીટ માર્શલ હેલ્પલાઇન- 9112029074

નોંધનીય છે કે આ સિવાય બપોરે 12 વાગે હાઇ ટાઇડને લઇને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇના ડબ્બાવાળાએ પણ લંચ સપ્લાય ના કરવાનું જણાવ્યું છે. એટલું જ નહીં હમણાં ગત 29 ઓગસ્ટના રોજ જ મુંબઇમાં 24 કલાકમાં 331 મિલીમીટર વરસાદ થયો હતો. જેણે મુંબઇને જલમય બનાવી દીધી હતી. અને આ કારણે રેલ્વે અને રસ્તાઓમાં મોટી સંખ્યામાં લોકો ફસાઇ ગયા હતા. આ વખતે પણ ભારે વરસાદ પછી મુંબઇની હાલત તેવી જ થઇને ઊભી રહી છે. જો કે પ્રશાસન ખડે પગે લોકોની મદદ કરી રહ્યું છે. પણ તેમ છતાં સામાન્ય મુંબઇગરાઓ વારંવાર પડી રહેલા આ વરસાદ અને જલભરાવથી ત્રસ્ત થઇ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X