Live: ભારે વરસાદ પડવાથી મુંબઈ બેહાલ, 2 મૌત અને 5 ઘાયલ

મુંબઈમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત તો મળી છે પરંતુ તેની સાથે સાથે પાણી ભરાઈ જવાને કારણે ઘણી મુસીબતોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

ફરી એકવાર મુંબઈમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે લોકોની મુસીબત વધી ગયી છે. મુંબઈમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત તો મળી છે પરંતુ તેની સાથે સાથે પાણી ભરાઈ જવાને કારણે ઘણી મુસીબતોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગયી છે. ઘણા વિસ્તારોમાં લોકોને જામનો સામનો કરવો પડી રહ્યો છે. સતત થઇ રહેલા વરસાદને કારણે મુંબઈના એમજી રોડ વિસ્તારમાં રવિવાર એક ઝાડ પડવાથી એક વ્યક્તિની મૌત થઇ ચુકી છે અને 5 લોકો ઘાયલ થયા છે. સોમવારે પણ ભારે વરસાદને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

mumbai rain

Jun 25, 2018, 1:00 pm IST

પાલઘરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા.
Jun 25, 2018, 1:00 pm IST

મુંબઈ અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, વરસાદે લોકોની મુશ્કેલી વધારી, મુંબઈ એરપોર્ટ પર વિમાન સેવા પણ પ્રભાવિત, ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.
Jun 25, 2018, 11:17 am IST

ભારે વરસાદને કારણે વડાલામાં નવી બની રહેલી બિલ્ડિંગની દીવાલ પડી જવાથી 7 ગાડીઓમાં નુકશાન.
Jun 25, 2018, 10:31 am IST

મુંબઈમાં સાયણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા, હવામાન વિભાગની ચેતવણી, હજુ પણ વધારે વરસાદ થશે.
Jun 25, 2018, 10:29 am IST

મુંબઈમાં હાઈ ટાઇડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી, વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું.
Jun 25, 2018, 10:28 am IST

વરસાદને કારણે રેલવે પાટાઓ પર પાણી ભરાઈ જવાથી વેસ્ટર્ન લાઈન, હાર્બર લાઈન, સેન્ટ્રલ લાઈન ટ્રેનો મોડી પડી. સાયણમાં રેલવેના પાટા પાણીમાં ડૂબ્યા.
Jun 25, 2018, 10:27 am IST

સતત થઇ રહેલા વરસાદને કારણે મુંબઈના એમજી રોડ વિસ્તારમાં રવિવાર એક ઝાડ પડવાથી 2 લોકોની મૌત થયી છે, જયારે 5 લોકો ઘાયલ થયા છે.
Jun 25, 2018, 10:26 am IST

સોમવારે પણ ભારે વરસાદને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જામ લાગ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X