હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 5 અભિનેત્રીઓની ધરપકડ

હજુ સુધી આ અભિનેત્રીઓના નામનો ખુલાસો થયો નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસે યોજનાબદ્ધ રીતે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કસ્ટમર બનીને રેકેટના મુખ્ય દલાલ ઈમ્તિયાઝ ખાનનો સંપર્ક સાધ્યો હતો. બંન્ને વચ્ચે એક લાખ રૂપિયાથી ડીલ શરૂ થઇ હતી પરંતુ બાદમાં આ સોદો 25 હજારમાં નક્કી કરવામાં આવ્યો હતો.. ત્યારબાદ દલાલે પોલીસને કસ્ટમર સમજીને મુંબઈના લોખંડવાલામાં આવેલા ફ્લેટ પર બોલાવી જ્યાં પોલીસે કાર્યવાહી કરીને પાંચ અભિનેત્રીઓને રંગે હાથે હાથ ઝડપી પાડી હતી.
કહેવામાં આવે છે કે આ છોકરીઓ સાથે લાખોમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મીરા ટાવર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની એક સોસાયટી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે છોકરીઓની જે ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી છે તે ફ્લેટ કોઇ પોલીસ અધિકારીનો છે કે નહી.












Click it and Unblock the Notifications
