RamRahim : મર્ડર કેસમાં રામ રહીમ પર આજે થશે સુનવણી
ગુરમીત રામ રહીમ પર આજે પંચકૂલામાં હત્યાના કેસમાં સીબીઆઇની વિશેષ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. આ હત્યામાં એક કેસ તેે જ પત્રકારની હત્યાનો છે જેણે બાબાના બળાત્કાર મામલાની પોલ ખોલી હતી.
પંચકૂલામાં આજે સીબીઆઇની વિશેષ કોર્ટમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા ખૂનના કેસમાં જજ પોતાનો ચુકાદો આપશે. નોંધનીય છે કે આજે રામ રહીમ વિરુદ્ધ 2 હત્યાઓ મામલે સુનવણી થશે. આ માટે પોલીસે પહેલાથી જ ચાંપતો બંદોવસ્ત કર્યો છે. આજે જે હત્યાના કેસનો ચુકાદા આવવાનો છે તેમાંથી એક હત્યા તે જ પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની થઇ છે જેણે બાબાની આ બળાત્કારની પોલ ખોલી હતી. અન્ય હત્યાનો કેસ 2002માં કરવામાં આવી હતી. હરિયાણાના ઉચ્ચ ન્યાયાલયે આ મામલે 2003માં સીબીઆઇની વિશેષ તપાસની માંગણી કરી હતી. અને 2007માં સીબીઆઇએ આ કેસમાં આરોપો દાખલ કર્યા હતા.

ત્યારે બે સાધ્વીના બળાત્કારના કેસમાં પહેલાથી જ ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ 20 વર્ષની સજા કાપી રહ્યા છે. ત્યારે જો હત્યાના મામલે પણ તેમને સજા થશે તો તેમની આજીવન જેલ ભેગા રહેવું પડે તેવું પણ બની શકે છે. જો કે બળાત્કારના કેસ પછી જે રીતે તોફાનો થયા તે જોતા હરિયાણા પોલીસે પહેલાથી જ ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો તમામ લોકોની નજર આ આવનારા નિર્ણય પર છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
