મુસ્લિમ ધર્મ છોડી ઈમરાનથી રામ રાઘવ બન્યો આ એન્જીનિયર, જાણાવ્યું મોટું કારણ
મુસ્લિમ ધર્મ છોડી ઈમરાનથી રામ રાઘવ બન્યો આ એન્જીનિયર, જાણાવ્યું મોટું કારણ
નોઈડાઃ મુસ્લિમ ધર્મ છોડી એક મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ધર્મ બદલી પોતાનું નામ ઈમરાનથી રામ રાઘવ રાખી લીધું. એન્જીનિયર યુવકનું કહેવું છે કે તે મુસ્લિમ ધર્મમાં કુરીતિઓથી નાખુશ છે, તેથી તે હિન્દુ ધર્મ અપનાવી રહ્યો છે. આના માટે તેણે શપથ પત્ર પણ બનાવી લીધું છે. યુવકે દાવો કર્યો કે તે 17 ઓગસ્ટે રાષ્ટ્રિય હિન્દુ સંઘ સાથે ગ્રેટર નોએડામાં હવનનું આયોજન પણ કરાવશે.

શું છે સમગ્ર મામલો
જાણકારી મુજબ યુવક મૂળ રૂપે ગૌતમબુદ્ધ નગર જિલ્લાના જહાંગીરપુર પાસેના કુંવારસીનો નિવાસી છે. વર્તમાનમાં તે દાદરીમાં રહે છે. પોતાના શપથ પત્ર પર તેણે દાદરીનું જ એડ્રેસ લખાવ્યું છે. ઈમરાન નામના આ શખ્સે પંજાબના જલંધર સ્થિત પંજાબ ટેક્નિકલ વિશ્વવિદ્યાલયથી વર્ષ 2011માં બીટેકનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ખાનગી કંપનીમાં નોકરી કરી.

એઆઈએમઆઈનો જિલ્લાધ્યક્ષ હોવાનો દાવો
ઈમરાનનો દાવો છે કે તે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન સંગઠનનો જિલ્લાધ્યક્ષ પણ રહ્યો છે. અભ્યાસ દરમિયાન હિન્દુ ધર્મના ઘણા વિદ્યાર્થીઓ તેની સાથે રહ્યા છે. આ દરમિયાન તે હિન્દુ ધર્મને સારી રીતે સમજી શક્યો. યુવકનું કહેવું છે કે તેણે કોઈપણ પ્રકારના દબાણ વિના હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો છે. તેનું કહેવું છે કે મુસ્લિમ ધર્મમાં કેટલીક કુરીતિઓ છે, જેને તે સ્વીકારી ન શકે.

પરિજનોએ શું કહ્યું
ધર્મ પરિવર્તન માટે ઈમરાને એક શપથ પત્ર પણ બનાવડાવ્યું છે, જેમાં તેણે લખ્યું કે પોતાનું નામ ઈમરાન ખાનથી બદલીને રામ રાઘવ રાખી લીધું છે. ભવિષ્યમાં તેને રામ રાઘવ નામથી જ ઓળખવામાં આવે. શપથપત્રમાં તેણે ખુદને બિઝનેસમેન ગણાવ્યો છે. ઈમરાન ખાનનું કહેવું છે કે ધર્મ પરિવર્તન કરવા વિશે જ્યારે તેણે પોતાના પરિજનોને વાત કરી તો તેમણે એમ જ કહ્યું હતું કે આ તારા જીવનનો મામલો છે, આના પર સમજી વિચારીને નિર્ણય પણ તુજ લે.












Click it and Unblock the Notifications
