'5 વાર નમાઝ પઢો, પછી મન ફાવે એમ કરો', બાબા રામદેવના વિવાદિત નિવેદનથી મચ્યો હોબાળો
યોગ ગુરુ બાબા રામદેવે રાજસ્થાનમાં ફરીથી એક વાર ઈસ્લામ પર વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે.
Baba Ramdev Statement: બાબા રામદેવે ફરીથી એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. ઈસ્લામ અને મુસલમાનો પર યોગ ગુરુ બાબા રામદેવે એવી નિવેદન આપી દીધુ જેનાથી ચારે તરફ હોબાળો મચી ગયો છે. બાબા રામદેવે આ નિવેદન રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહ્યુ. આ સભામાં તેઓ બંને ધર્મોની ખામીઓ વિશે વાત કરી રહ્યા હતા. જો કે, તેમના નિવેદન પર બંને ધર્મના લોકોએ વાંધો દર્શાવ્યો છે.

'નમાઝ પઢ્યા પછી કંઈ પણ કરો, બધુ ચાલે'
બાબા રામદેવે કહ્યુ કે ઈસ્લામ ધર્મનો અર્થ છે માત્ર નમાઝ પઢવાનો, મુસલમાનો માટે માત્ર નમાઝ પઢવાનુ જરુરી છે અને નમાઝ પઢ્યા પછી કંઈ પણ કરો, બધુ ચાલે, ભલે હિંદુઓની છોકરીઓને ઉઠાવો, ભલે જેહાદના નામે આતંકી બનીને જે મનમાં આવે એ કરો. શું ઈસ્લામ આ શીખવે છે? આ લોકો વિચારે છે કે આમ કરવાથી તેમને સ્વર્ગ મળશે, તેથી તેઓ પગની ઘૂંટી ઉપર પાયજામા પહેરે છે, ટોપી પહેરે છે, મૂછો કાપી નાખે છે. તેઓ જે સ્વર્ગ વિશે વાત કરે છે, તેમને કહેવામાં આવે છે કે ત્યાં પહોંચ્યા પછી તેમને અપ્સરાઓ દારૂ પીરસશે, મને કહો કે આ બધુ ગાંડપણ છે કે નહિ.

'ચર્ચમાં જઈને મિણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે'
ઈસાઈ ધર્મ વિશે બાબા રામદેવે કહ્યુ કે દિવસમાં ચર્ચમાં જઈને મિણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. હિંદુ ધર્મમાં આવુ કંઈ નથી હોતુ. કેટલાક લોકો ચોક્કસપણે તેમના ગળામાં ક્રોસ પહેરી લે છે પરંતુ પછી તેઓ બધા કામ કરવા માટે આઝાદ થઈ જાય છે. કેટલાક આખા વિશ્વને ઇસ્લામમાં પરિવર્તિત કરવાની વાત કરે છે, જ્યારે કેટલાક કહે છે કે તેઓ સમગ્ર વિશ્વને ખ્રિસ્તી બનાવી દેશે. તેમણે આગળ કહ્યુ કે, 'હું કોઈ ધર્મની બુરાઈ નથી કરી રહ્યો, હું માત્ર એટલુ જ કહી રહ્યો છુ કે કેટલાક લોકો ધર્મના નામે ખોટી વાતોનો પ્રચાર કરે છે. આવા લોકોથી બચવાની જરૂર છે.
|
'હિન્દુ ધર્મમાં આવું કંઈ નથી'
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ કે હિન્દુ ધર્મમાં આવું કંઈ નથી, બ્રહ્મમુહૂર્તમાં જાગો, યોગ કરો, ભગવાનનુ ધ્યાન કરો, જીવોની સેવા કરો, આ સનાતન ધર્મ છે. ભગવાને માત્ર મનુષ્ય જાતિ બનાવી છે. બાકી જાતિઓ તો આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવ્યો છે. માટે પોતાના ધર્મ પ્રત્યે જાગૃત રહે અને ધર્મ ગુરુઓના આહ્વાન પર હંમેશા તત્પર રહો. ધર્મગુરુ જ્યાં કહે તો ઉભા થઈ જાવ. બાબા રામદેવનુ આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. કેટલાક લોકો બાબાના સમર્થનમાં આવ્યા હતા તો કેટલાક લોકોએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી હતી. નોંધનીય છે કે બાબા રામદેવ બાડમેરમાં આયોજિત સંત ધર્મપુરી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
