મારી પત્ની તમારા વિચારોથી ઘણી મોંઘી છે મોદીજી: થરૂર

shashi-tharoor
નવી દિલ્હી, 30 ઓક્ટોબર: યૂપીએ-2માં ટ્વિટરમંત્રીના નામથી જાણીતા અને એક ટ્વિટના કારણે પોતાની ખુરશી ગુમાવી બેઠેલા શશિ થરૂર જ્યારે ફરીથી મંત્રીપદ સંભાળ્યું તો પહેલા સમાચાર તેમના ટ્વિટને લઇને જ બની હતી.

શશિ થરૂરે પોતાના એક ટ્વિટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા છે. મોદીએ ગઇકાલે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીસભામાં થરૂરની પત્નીને તેમની 50 કરોડની ગર્લફ્રેન્ડ કહી હતી, જેના માટે થરૂરે આજે મોદીને વળતો જવાબ આપ્યો છે.

થરૂરે નરેન્દ્ર મોદી માટે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે 'મારી પત્ની આપના વિચારોથી પણ ઘણી કિંમતી છે. તે અમૂલ્ય છે પરંતુ તમારા સમજમાં એ બાબત ત્યારે આવશે જ્યારે તમે કોઇને પ્રેમ કરવાને લાયક બનશો.'

થરૂરે એક પછી એક ટ્વિટ કરતા લખ્યું કે 'આઇપીએલ ગોટાળો આખરે શું હતો? શું કોચ્ચિ ટીમના પ્રયત્નોથી કોઇએ રૂપિયા બનાવ્યા? 50 કરોડ તો શું પચાસ પૈસા પણ? બકવાસ'

ઉલ્લેખનીય છે કે મોદીએ મંડીની ચૂંટણી સભામાં કહ્યું હતું કે 'યૂપીએના એક મંત્રીને 50 કરોડની ગર્લફ્રેન્ડના કારણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. આજે પણ એવા આરોપો છે છતાં તેમને ફરીથી મંત્રી બનાવી દેવાયા.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X