For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૈસૂરમાં દશેરા ઉત્સવમાં મહિલાઓ સાથે છેડતી, 'Me Too' દ્વારા વર્ણવી પીડા

દશેરા ઉત્સવ દરમિયાન ઘણી મહિલાઓ દ્વારા યૌન શોષણ અને છેડતીની ફરિયાદો કરાયા બાદ મૈસૂર પ્રશાસન ચોંકી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

દશેરા ઉત્સવ દરમિયાન ઘણી મહિલાઓ દ્વારા યૌન શોષણ અને છેડતીની ફરિયાદો કરાયા બાદ મૈસૂર પ્રશાસન ચોંકી ગયુ છે. ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર દ્વારા પોતાના ખરાબ અનુભવોને શેર કર્યા છે. તેમણે Me Too હેશ ટેગ સાથે પોતાની વાત કહી છે. ઓપન સ્ટ્રીય ફેસ્ટિવલ દરમિયાન છેડતીની વાત તેમણે સોશિયલ મીડિયા પર લખી છે. આ કાર્યક્રમ કૃષ્ણરાજા મુખ્ય માર્ગ પર આયોજિત થયો હતો.

આ પણ વાંચોઃ #MeToo: એમ જે અકબર સામે સાક્ષી બનવા રમાનીના સમર્થનમાં આવી 17 મહિલા પત્રકારઆ પણ વાંચોઃ #MeToo: એમ જે અકબર સામે સાક્ષી બનવા રમાનીના સમર્થનમાં આવી 17 મહિલા પત્રકાર

સોશિયલ મીડિયા પર વર્ણવી પીડા

સોશિયલ મીડિયા પર વર્ણવી પીડા

એક મહિલાએ લખ્યુ, ‘આ ખૂબ જ ઘૃણાસ્પદ અને હેરાન કરનાર ક્ષણ હતી. અમુક યુવકો નશામાં ધૂત આવ્યા અને તે અમારી પાસે આવીને અમારા પર પડી રહ્યા હતા. એક યુવતીએ હટવા માટે બૂમ પાડી પરંતુ મૈસૂરના યુવકોએ તે યુવતીનું સમર્થન ના કર્યુ. આ ખૂબ જ શરમજનક છે, ખૂબ જ શરમજનક #MeToo'

મહિલાઓએ ‘મી ટુ' દ્વારા કહી પોતાની વાત

મહિલાઓએ ‘મી ટુ' દ્વારા કહી પોતાની વાત

મહિલાએ લખ્યુ, લોકો ભીડનો ફાયદો ઉઠાવી રહ્યા છે, ટચ કરી રહ્યા છે. ત્યારબાદ સોરી બોલે છે, તે જાણે છે કે તેમને દોશ નથી આપી શકાતો. એક મહિલાએ તો ત્યાં સુધી કહ્યુ કે વિદેશી પર્યટકો પણ આ છેડતીનો શિકાર બની. મહિલાએ કહ્યુ કે અમુક લોકો ભદ્દી કોમેન્ટ કરી રહ્યા હતા. મહિલાએ લખ્યુ, ‘હું બે વિદેશી પર્યટકો સાથે હતી, એટલુ સારુ હતુ કે તે સમજી ના શકી કે તેમના પર શું કોમેન્ટ કરવામાં આવી રહી હતી. તેમને એમ કે મને કન્નડ નથી આવડતી.'

પોલિસે કહ્યુ, કોઈ ફરિયાદ દાખલ નથી કરાઈ

પોલિસે કહ્યુ, કોઈ ફરિયાદ દાખલ નથી કરાઈ

મૈસૂરના પોલિસ કમિશ્નર એ સુબ્રમણ્યેશ્વર રાવે જણાવ્યુ કે આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. તેમણે જણાવ્યુ કે પોલિસ તે વિસ્તારના સીસીટીવીની તપાસ કરી રહી છે. તેમણે કહ્યુ કે આ મામલે હજુ સુધી તપાસ દરમિયાન આવી કોઈ વાત સામે આવી નથી, અમે તેની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ મામલે 4 ટ્વિટ સામે આવ્યા છે કે તે મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી હતી. અમે આને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયોઆ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો

English summary
mysuru: several women complained of being molested during Open Street Festival Dasara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X