ભારતના આ વિસ્તારમાં આવેલું છે 'નાગલોક'

kobra-snake
હિન્દુસ્તાનમાં કોબરાની સૌથી ઝેરી પ્રજાતિ જો ક્યાંય જોવા મળે છે, તો તે છે છત્તીસગઢ. છત્તીસગઢનો એક વિસ્તાર એવો છે જેને 'નાગાલોક'ના નામથી ઓળખાય છે. સાંપોની અત્યંત ઝેરી પ્રજાતિમાં એક કોબારા માટે કુખ્યાત આ વિસ્તારની ચર્ચા દૂર-દૂર સુધી કરવામાં આવે છે. આ વિસ્તારમાં જતા પહેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે સાવચેતી રાખો, નહી તો કંઇપણ થઇ શકે છે.

ગરમી અને ચોમાસાના દિવસોમાં અહીં સર્પદંશના બનાવો વધી જાય છે, કારણ કે જમીન ગરમ હોય છે અને નાગ દરમાંથી બહાર નિકળે છે. આ વિસ્તાર ભાજપના કદાવર નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી દિલીપ સિંહ જૂદેવનું છે. જશપુરની આબોહવા ખાસ કરીને કોબરા જેવા ઝેરીલી પ્રજાતિના સાપને ઘણું પસંદ આવે છે. અહીં સાપ જોખમની આશંકા માત્ર પર હુમલો કરી દે છે. સારવાર નહીં મળવાના કારણે વ્યક્તિનું મોત નિશ્ચિત છે. અહીં પ્રતિવર્ષ ઘણી મોતો માત્ર સર્પદંશથી થાય છે અને વધારે બનાવોની પાછળ કોબરા હોય છે.

છત્તીસગઢ અને ઝારખંડની સીમા પર સ્થિત જશપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આઠ વિકાસખંડ છે અને વરસાદ થતાં જ સાપોના જોડા અહી ઉન્મુક્ત વિચરણ કરવા લાગે છે. દરમાં પાણી ભરાઇ જવાથી સાપ બહાર નિકળે છે. આ એવો વિસ્તાર છે, જ્યાં જલવાયુ અને માટી સાપો માટે સર્વાધિક અનુકુળ છે. આ વિસ્તારમાં ભુરી માટી હોવાના કારણે ઉધઈ અહી ટીલે બનાવે છે, જેમાં ઘુસીને સાપોના જોડા જનન કરે છે અને ઉધઇનો આહાર કરે છે.

સાપ આ વિસ્તારમાં ત્યારે જ રહે છે જ્યારે આદિવાસી રહેવા આવે છે. નાગલોક અને તેની આસપાસના વિસ્તારોમાં સાપની 70થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં કોબરની ચાર ઝેરીલી પ્રજાતિ પણ સામેલ છે. દેશ-વિદેશના પર્યાવરણ પ્રેમીઓ અહી પહોંચે છે અને હવે સરકારી સ્તર પર અહીં સ્નેક પાર્ક પણ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સર્પદંશ છતાં પણ અહીના રહેવાસી સાપો સાથે વેર નથી રાખતા. કદાચ એટલા માટે જ અહી તેમની પ્રજાતિને રહેવાનો પૂરી તક મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X