આ વીડિયો જોઇને નક્કી કરો કે કોંગ્રેસ MLAએ નગમાને ચુંબન કર્યું કે નહી?

મેરઠ, 25 માર્ચ: બોલીવુડ અભિનેત્રી નગમા ફિલ્મોમાં કામ કરતી વખતે ભલે ચર્ચા કે વિવાદમાં ના આવી હોય પરંતુ રાજનીતિમાં ઉતરતા જ તે ચર્ચામાં આવી ગઇ છે. મેરઠ-હાપુડ રોડશો દરમિયાન નગમા સાથે કોંગ્રેસ એમએલએ ગજરાજની છેડતીનો વીડિયો સામે આવ્યો છે જેણે સનસની ફેલાવી દીધી છે. જોકે નગમા એ વાતનો ઇનકાર કરી રહી છે કે મેરઠમાં પ્રચાર દરમિયાન તેમની સાથે કોઇપણ છેડતી થઇ હોય. જ્યારે ગજરાજે જણાવ્યું કે નગમા તેમની દિકરી જેવી છે તો છેડતીનો કોઇ સવાલ જ નથી ઊઠતો. પરંતુ આ ઘટનાનો વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ચૂક્યો છે.

nagma
જોકે આ વીડિયોમાં જોતા એવું લાગી રહ્યું છે કે ધારાસભ્ય નગમાને પકડીને ચુંબન કરવાની કોશીશ કરી રહ્યા છે, પરંતુ પાર્ટીના સભ્યોનું કહેવું છે કે ધારાસભ્ય ગજરાજ સિંહ નગમાના કાનમાં કઇ કહી રહ્યા હતા. પરંતુ નગમાને કોઇ રસ નહીં હોવાના કારણે તેમણે ધારાસભ્યનો હાથ હટાવી લીધો.

જોકે નગમાની પ્રતિક્રિયાથી એવું સ્પષ્ટ થાય છે કે ધારાસભ્ય જે રીતે નગમા પાસે પહોંચ્યા અને પોતાનો હાથ નગમાના ગાલ પર રાખ્યો તે નગમાને ગમ્યુ નહી, અને તેમણે તુરંત તેમનો હાથ હટાવી દીધો. જોકે નગમાએ ગજરાજ સિંહને ક્લીન ચિટ આપી દીધી છે. અને જણાવ્યું છે કે ત્યા ખૂબ જ અવાજ હતો એટલે તેઓ મારા કાનમાં કંઇક કહી રહ્યા હતા.

જોકે ગજરાજ સિંહ અને નગમાના ચુંબન વિવાદની શું છે હકિકત આપ જાતે જ નક્કી કરો...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/2i8Tmz1HOU0" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X