પોન્ટી હત્યા કેસઃ નામધારીએ પણ ચલાવી હતી ગોળીઃ પોલીસ

નામધારીની ધરપકડ બાદ પોન્ટી હત્યાકાંડમાં યુ-ટર્ન આવ્યો છે. નામધારીની ધરપકડથી ઘણા સવાલો ઉભા થયા છે. ખાસ વાત એ છે કે નામધારી જ એ વ્યક્તિ છે, જેમણે ફાર્મ હાઉસમાં ગોળીબારી થવાની સૂચના પોલીસને કરી હતી. જો કે, નામધારીએ જણાવ્યા પ્રમાણે, તેમણે રાજનીતિક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે અને તે પોતાની મરજીથી દિલ્હી પોલીસ સાથે જઇ રહ્યાં છે.
દિલ્હીમાં દારૂના વેપારી પોન્ટી ચઢ્ઢા અને તેમના ભાઇ હરદીપની હત્યાનો સમય સુખદેવ સિંહ નામધારી પોતાના ગનર સાથે ઘટનાસ્થળ પર હાજર હતા. નામધારીના ગનર પર પોન્ટીના ભાઇ હરદીપને મારવાનો આરોપ છે. જેના કારણ ઘટનાના દિવસથી નામધારી શંકાના ઘેરામાં છે અને પોલીસ તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહી હતી. ગુરુવારે દિલ્હી પોલીસે નામધારીની શોધખોળમાં ઉત્તર પ્રદેશને રામપુર અને ઉત્તરાખંડના બાજપુર વિસ્તારોમાં નામધારીના ફાર્મ હાઉસ સહિત ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા તે શુક્રવારે બાજપુર પહોચ્યા હતા.
શુક્રવારે બપોરે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળી નામધારીના તાળી ફાર્મ પહોંચ્યા હતા. જ્યાથી પોલીસ નામધારીને પોતાની સાથે પોલીસ મથકે લેતી આવી. પત્રકારોને નામધારીએ કહ્યું કે દિલ્હી પોલીસને તેમણે જ બોલાવ્યા છે અને પોતાની મરજીથી તેમની સાથે જઇ રહ્યાં છે. ઉત્તરાખંડ પોલીસે નામધારીની ધરપકડની પૃષ્ટી કરી છે. પોલીસ નામધારીને લઇને સાડા ત્રણ વાગ્યે દિલ્હી માટે રવાના થયા. ગત 17 નવેમ્બરે દિલ્હીમાં થયેલા ડબલ હત્યાકાંડ મુદ્દે મહરૌલી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ કેસ દાખલ છે. તેની તપાસ કરતા પોલીસે આ ધરપકડ કરી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
