ગાંધી 150, ઇન્ડિયા 2022ની તૈયારીમાં લાગ્યા મોદી

નવી દિલ્હી, 9 જાન્યુઆરીઃ નવી દિલ્હી ખાતે પ્રવાસી ભારતીય દિવસ નીમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ એનઆરઆઇને સંબોધન કરતા કહ્યું છે કે, જે રીતે ભારતના વિવિધ 100થી વધુ શહેરોમાં રન ફોર યુનિટી થઇ હતી તેવી જ રીતે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિવિધ દેશોમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે. આ તકે તેમણે વડાપ્રધાન મનમોહન સિંહ પર કટાક્ષ કરતા કહ્યું કે, પીએમે એક સરસ વાત કરી કે, ટૂંક સમયમાં દેશમાં સારા દિવસો આવવાના છે. હું તેમની આ વાત સાથે સહેમત છું, ચાર છ મહીના પછી દેશમાં સારા દિવસોની શરૂઆત થઇ જશે.

narendra-modi-nri-new-delhi
વિશ્વભરમા આપણા ભારતીયો રહે છે, તેમને ડોલર સાથે ના જોડો. તેમની પાસે નોલેજ, વિઝડમ, ગ્લોબલ એક્સપોઝર છે, તેમના આ અનુભવને ભારતમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરીએ, જો એ દિશામાં કામ કરવામાં આવે તો આપણે દેશને એક નવી દિશામાં લઇ જઇ શકીએ છીએ.

ગાંધીજી ભારતપ્રવાસી ભારતીય કાલે પ્રધાનમંત્રી આપણી વચ્ચે આવ્યા હતા, તો તેમણે એક સારી વાત કરી, નિરાશ થવાની જરૂર નથી. ટૂંક સમયમાં સારા દિવસો આવવાના છે. પરંતુ બની શકે કે આપણે ચાર છ મહીના રાહ જોવી પડે, મારું કહેવાનું છે કે સારા દિવસો આવવાના છે. ભારત પાસે ઘણું સામર્થ્ય છે, માત્ર ભારતને જ નહીં વિશ્વને કંઇક આપી શકીએ તે શક્તિ આપણી પાસે છે.

થોડાક દિવસ પહેલા તમે જોયુ હશે કે વિશ્વના બધા દેશોનું ધ્યાન ભારતની કેન્દ્રીય સરકારથી હટીને રાજ્ય સરકારો તરફ ગયુ છે. દરેક હવે રાજ્ય સાથે ડિલ કરવા માગે છે. તેમને લાગે છે કે એજ્યુકેટિવ ઓથોરિટી એ છે. સારું થશે કે રાજ્ય સાથે સંપર્ક બનાવીએ. ભારત માટે હું તેને શુંબ સંકેત માનું છું. આપણા દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ગ્લોબલી તેને જોડવાનું કામ કરી રહ્યાં છે તેને હું શુભ લક્ષણ માનું છું. એક સમય હતો જ્યારે હિન્દુસ્તાનમાં રાજ્યો રાજ્યો વચ્ચે વાત થતી હતી, સદભાગ્યથી છેલ્લા 12 વર્ષોમાં એક માહોલ એ બન્યો છે કે, હિન્દુસ્તાનમાં રાજ્યો વચ્ચે પણ ડેવલોપમેન્ટને લઇને માહોલ બન્યો છે.

જો મોદી એમ કહેશે કે આમા હું નંબર વન છુ તો હુડાજી કહેશે કે આમા હું નંબર વન છું. દરેક રાજ્યને એવુ લાગ્યું છે કે, અમે પણ આગળ વધીએ આ દિશામાં પોતાનું સામર્થ્ય દર્શાવીએ, આ સ્પર્ધા જેટલી મજબૂત થશે અને તેના કારણે આ દેશ ઝડપથી નવી ઉંચાઇઓ પર પહોંચશે. ગુજરાતે એક ઇનિસિયેટિવ લીધું છે જેને તમે દેશ અને દુનિયામાં ઉજાગર કરો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું કાર્ય કર્યુ હતુ, ભારતના વર્તમાનમાં તેમનું ઘણું યોગદાન છે, જો એ ના હોત તો ગીરના સિંહ જોવા માટે પાકિસ્તાન પાસેથી વિઝા લેવા પડત, તેથી તેમણે જે એકતાનું કાર્ય કર્યુ તેને આવનારી પેઢી જાણે એ માટે તેમનું એક સ્ટેચ્યુ બનાવવાની અમારી ઇચ્છા છે.

આ એકતાનો મંત્ર હોવાનો કારણે અમે ઇચ્છીએ છીએ કે ભારતના દરેક ગામ આ કાર્યમાં જોડાય. સરદાર પટેલની પૂણ્યતીથિ નીમિત્તે અમે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું, તેમાં પાંચ મીલિયનથી લોકોએ ભાગ લીધો હતો, અમે ઇચ્છીએ છીએ કે વિદેશમાં પણ જ્યાં ભારતીયો રહે છે, ત્યાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે. અમે વિવિધ દેશો સાથે સંપર્કમાં છીએ અને તમને પણ નિવેદન છે કે તમે પણ

આવનારા દિવસોમાં બે મહત્વપૂર્ણ ઇતિહાસિક ઘટનાઓ પર હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. પાંચ વર્ષ પછી મહાત્માં ગાંધીની 150મી જન્મ જયંતિ આવશે. ગાંધી 150ને લઇને આપણે અત્યારથી તેમના વિચારોને લઇને એક યોજના બનાવીને આપણી વાતને વિશ્વ સમક્ષ રજૂ કરવાની એક તક આવી રહી છે.

એજ રીતે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થશે. આ એક મહત્વપૂર્ણ પળ દરેક આઝાદ દેશ માટે હોય છે, આ અમૃત પર્વ પર 2022માં આપણે વિશ્વ સામે આપણે એવું હિન્દુસ્તાન આપીએ, શહીદો, કષ્ટ સહેનારાઓને એક શ્રેષ્ઠ ભારત તેમના ચરણોમાં ધરીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X