મોદીએ કહ્યું કોંગ્રેસનું એક જ સૂત્ર છે- 'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'

સાંગલી, 9 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરામાં પોતાનું ઉમેદવારી પત્ર ભરીને મહારાષ્ટ્રના સાંગલીમાં સભાને સંબોધિત કરી હતી. મોદીએ સાંગલીમાં એનસીપી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

મોદીએ સાંગલીના લોકોનું મરાઠીમાં અભિવાદન કરીને તેમને ગદગદીત કરી દીધા હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં મીડિયામાં ચર્ચા કરતા પોલિટિકલ વિશ્લેષકો પર પ્રહાર કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ટીવી પર રાત દિવસ આટલા પોઇન્ટ આ પાર્ટીને મળશે..પેલી પાર્ટીને મળશે એવી ચર્ચા કરતા પોલીટીકલ પંડિતો અહીં આવીને જુએ કે લોકોની ઇચ્છા શું છે.

સાંભળો વીડિયોમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું સાંગલીમાં...

આખા દેશે છત્રપતિ શિવાજી પાસે શીવાની જરૂર

આખા દેશે છત્રપતિ શિવાજી પાસે શીવાની જરૂર

મોદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જે મરાઠાના સરદાર બની રહ્યા છે તેમણે છત્રપતિ શિવાજી પાસે પ્રેરણા લેવાની જરૂર છે. તેમની સાથે સાથે આખા દેશે શીખવાની જરૂર છે કે તેમણે એ સમયે ખેડૂતોને કેવી રીતે પાણી પૂરું પાડવું તેની આખી વ્યવસ્થા ઊભી કરી હતી. મોદીએ જણાવ્યું કે અત્રેના ખેડૂતો આત્મહત્યા કરે છે કારણ કે માત્ર 1200 ફૂટ નીચેથી પાણી કાઢવા માટે સરકાર તેમની મદદ કરતી નથી.

ગુજરાત માત્ર નર્મદા મૈયાના ભરોશે

ગુજરાત માત્ર નર્મદા મૈયાના ભરોશે

મિત્રો અમારા ગુજરાતમાં કોઇ મોટી નદી નથી, અમે માત્ર નર્મદા મૈયાના ભરોશે છીએ. અમે કેવડીયાથી એ પાણીને ઉઠાવીને છેક કચ્છ સુધી પહોંચતું કર્યું કર્યું છે, અને એ પણ મોટો પાઇલાઇન નાખીને. આ પાઇપલાઇન એટલો મોટો છે કે આપના મુખ્યમંત્રી તેમના પરિવારની સાથે મારુતિ કાર લઇને તેમાંથી પસાર થઇ શકે છે. જેને કામ કરવું હોય તે ચોક્કસ કરીને રહે છે.

'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'

'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'

આપ મને જણાવો કે છેલ્લા દસ વર્ષમાં તમારા જીવનમાં કોઇ પરિવર્તન આવ્યું છે. જો નથી આવ્યું તો અહીની સરકાર શા માટે સત્તા ચલાવે છે. તેમણે એવું સૂત્ર બહાર પાડ્યું છે કે 'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'. કોંગ્રેસે હમણા પોતાનું ધોખાપત્ર બહાર પાડ્યું છે. તેમણે 2004માં, 2009માં પણ એજ ધોખાપત્ર બહાર પાડ્યું હતું. તેઓ દર વખતે એક જ વચનો આપે છે તો તેઓ કામ કેમ નથી કરતા. તેમણે અત્યાર સુધી કેટલાં કામ કર્યા.

કોંગ્રેસે હંમેશા છેતરપિંડી કરી

કોંગ્રેસે હંમેશા છેતરપિંડી કરી

કોંગ્રેસે હંમેશા દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે. તેણે લોકોને હંમેશા અંધારામાં રાખ્યા છે. હું તમને વિશ્વાસ આપવા અહીં આવ્યો છું કે કોંગ્રેસે જે 60 વર્ષમાં નથી કર્યું તે ભાજપ 60 મહિનામાં કરીને બતાવશે.

દેશને મજબૂત સરકાર જોઇએ

દેશને મજબૂત સરકાર જોઇએ

દેશને હવે ઢીલીઢાલી સરકારની જરૂરત નથી, દેશને હવે મજબૂત સરકારની જરૂરીયાત છે. માટે હું તમને વિનંતી કરુ છું કે તમે 300 કમળ ચૂંટણીને લોકસભામાં મોકલો હું તમને વિશ્વાસ આપુ છું કે તમારા દરેક સપના જરૂર પૂરા થશે.

મોદીએ કહ્યું કોંગ્રેસનું એક જ સૂત્ર છે- 'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'

મોદીએ કહ્યું કોંગ્રેસનું એક જ સૂત્ર છે- 'હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X