Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડૂતો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને PM મોદીએ આપી "ન્યૂયર ગીફ્ટ"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રના નામે એક સંબોધન કરશે. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થશે. ત્યારે આ અંગે તમામ માહિતી જાણવા આ પેજને રિફ્રેશ કરતા રહો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રના નામે એક સંબોધન કરીને અનેક મોટી જાહેરાતો કરી હતી. નોટબંધી બાદ મોદીના આ પહેલા જન સંબોધનમાં તેમણે લોકોનો આભાર માન્યો હતો. સાથે જ ખેડૂતો, મહિલા અને વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક લાભકારી જાહેરાતો કરી હતી. ત્યારે પીએમ મોદીના ભાષણના મુખ્યબિંદુ અને આ નવી જાહેરાતો વિષે વિગતવાર વાંચો અહીં.

modi

કાળા નાણાં રાખનારને નહીં છોડીએ

મોદીએ કહ્યું કે દિવાળી પછી આપણા દેશે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, કાળા નાણાં સામે લડાઇ લડવાનો આ નિર્ણય લાંબા સમય સુધી ફાયદા આપશે. દિવાળી પછી આપણો આ દેશ ઐતિહાસિક શુદ્ધી યજ્ઞનો સાક્ષી બન્યો છે.

વિશ્વમાં નથી આવું કોઇ ઉદાહરણ

મોદીએ કહ્યું કે ગરીબ લોકો ગૂંગાળામણ અનુભવતા હતા. પણ હવે તેવું નથી. ભારત તે કર્યું છે જેનું ઉદાહરણ વિશ્વમાં સંભવ નથી. લોકોએ જે મુશ્કેલીઓ વેઠી છે જે કષ્ઠ વેઠ્યા છે તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે નાગરિકોના ત્યાગનું ઉદાહરણ છે.

લોકોની હિંમત અને ધીરજના વખાણ

રામ મનોહર લોહિયા, લાલ બહાદૂર શાસ્ત્રી અને અન્ય જેવી ઉદાહરણીય હિંમત અને ધીરજ લોકોએ બતાવી છે જે ગર્વની વાત છે. મોદીએ કહ્યું કે આવકવેરાના આંકડા મુજબ દેશમાં ખાલી 24 લાખ લોકોએ જાહેર કર્યું છે કે તેમની આવક 10 લાખની વધુ છે. શું તમને તમારી આસપાસ ગાડી મોટા મકાનો નથી દેખાતા? શું તમને લાગે છે કે આ સાચું છે? તેમણે કહ્યું કે સરકાર ઇમાનદાર લોકોની સાથે પણ જે ઇમાનદાર નથી તેમને અમે સીધા રસ્તે લાવીને રહશું.

હોમ લોનમાં છૂટ

મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજનામાં શહેરી અને ગરીબોને નવું ઘર બનાવવા માટે બે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ઘર બનાવવા માટે 9 લાખ રૂપિયાની લોન પર વ્યાજમાં 4 ટકાની છૂટ આપવામાં આવશે. જ્યારે 12 લાખ રૂપિયાની લોન પર વ્યાજમાં 3 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. ગામડાઓમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ વર્ષ 2017માં 33 ટકા વધુ ઘરો બનાવવામાં આવશે. અને ઘરના રિપેરિંગ માટે બે લાખ રૂપિયાની લોન લેશો તો લોન પર વ્યાજમાં ત્રણ ટકાની છૂટ આપવામાં આવશે.

ખેડૂતો અને વરિષ્ઠ નાગરિકો

રવિપાક માટે ધીરાણ લેનાર ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ કરાશે. તેમજ ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા આગામી ત્રણ મહિનામાં ત્રણ કરોડ ખેડૂત ક્રેડિટકાર્ટ રૂપે કાર્ડમાં રૂપાતરિંત કરાશે. નાના વેપારીઓની બેંક ક્રેડિટ ગેરેંટી બે કરોડ રૂપિયા કરાઇ. અને વરિષ્ઠ નાગરિકોને પણ 7.5 લાખ સુધીની એફડી પર 10 ટકા સુધી 8 ટકા વ્યાજ મળશે જે તેઓ પ્રતિ માસ નીકાળી શકશે

ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલાની રસી, ડિલિવરી અને સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ 6 હજાર રૂપિયા સીધા મહિલાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

નવું વર્ષ નવો સંકલ્પ
મોદીએ પોતાના ભાષણના અંતમાં કહ્યું કે નવા વર્ષ નવા ઉમંગની સાથે દેશના લોકો નવા વર્ષમાં પગલાં મૂકશે. ભષ્ટ્રાચાર સામે લડવા માટે સરકારને લોકોએ પૂરે પૂરો સાથ આપ્યો છે. અને સરકાર સાથે દેશવાસીઓ ખભાથી ખભા મેળવીને લડત આપી રહ્યા છે તે માટે તેમણે દેશવાસીઓનો આભાર માન્યો હતો. અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X