For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આપ્યો PMને જવાબ, કોંગ્રેસે કર્યુ રાજનીતિનું સ્તર નીચું

|
Google Oneindia Gujarati News

મિત્રો હું ગઇ વખતે પણ ચૂંટણી અભિયાન માટે છતરપુર આવ્યો હતો. પરંતુ તે વખતે આટલા મોટા સ્ટેડિમમાં મારી સભા ન્હોતી, એક નાનકડા બજારમાં સભા હતી. મધ્યપ્રદેશમાં મારી આ પહેલી ચૂંટણી સભા છે. પરંતુ આ વખતે સુરક્ષાના પગલે સભાના આગળના બ્લોક ખાલી રાખે છે. તેમનો મત છે કે બ્લોકમાં બહેનોને બેસાડી દેવામાં આવે તો મોદીને કોઇ સંકટ નહીં આવે. આમ પણ દેશની માતા-બહેનોએ મને એવું રક્ષણ આપ્યું છે કે મિત્રો ગમે તેટલી ધમકી મળે ગમે તેટલા ષડયંત્રો થાય પરંતુ આ દેશની જનતાનો ઇચ્છશે ત્યાં સુધી ત્યાં સુધી આ નરેન્દ્ર મોદી આપની સેવા કરતો રહેશે.

લોકતંત્રમાં રાજનૈતિક દળોની જવાબદારી હોય છે કે તે જનતાની વચ્ચે જાય અને તે પોતાની પાઇ પાઇનો હિસાબ આપે. પરંતુ દિલ્હીની સરકાર પોતાનો હિસાબ આપવા માટે તૈયાર જ નથી. હું શિવરાજ સિંહની આખી ટીમને અભિનંદન આપું છું કે તેમણે ચૂંટણી પહેલા આખા મધ્ય પ્રદેશમાં રેલી કરીને ગલી ગલીમાં જઇને લોકોને મળ્યા અને પોતાનો હિસાબ આપ્યો. મધ્ય પ્રદેશ પહેલા ક્યાં હતું અને અત્યારે તે ક્યા પહોંચ્યું છે તેનો હિસાબ આપ્યો. હું કહીશ કે શિવરાજ સિંહને જ્યારથી મધ્ય પ્રદેશની કમાન મળી છે ત્યારથી તેમણે પોતાની દરેક પળ અને બુદ્ધિશક્તિ મધ્ય પ્રદેશ માટે વાપરી છે.

અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરે અને અમને લલકારે. પરંતુ કોંગ્રેસના નેતાઓ ક્યાંક જઇને કહે છે કે અહી શાળા બની શું, અહીં રસ્તાઓ નથી, હોસ્પિટલ નથી બનાવી. હું કોંગ્રેસના લોકોને પૂછવા માગું છું કે 50 વર્ષો સુધી કોંગ્રેસની સરકારનું રાજ હતું તેમણે ત્યા કઇ શાળા બનાવી જેને શિવરાજ સિંહે તાળુ મારી દીધું. કયો રોડ બનાવ્યો જેને ભાજપે ઉખાળી નાખ્યો. કઇ હોસ્પિટલ બનાવી કે ભાજપે બંધ કરાવી દીધી. કોંગ્રેસના લોકોને હાલમાં માત્ર જુઠ્ઠાણા બોલવાનું જ કામ કરી રહ્યા છે. તેઓ જુઠ્ઠુ બોલવાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ખોલીને બેઠા છે અને તેઓ પકડાય તો તેમને શરમ પણ નથી આવતી. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં એવા ખાડા કરીને ગઇ હતી કે તેને પૂરતા પૂરતા દસ વર્ષ લાગી ગયા ભાજપની સરકારને.

અત્રે ચૂંટણીના કારણે દેશભરના મીડિયાકર્મીઓ આવતા હશે. હું તેમને કહું છું કે તમે મધ્ય પ્રદેશના સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર અઢીસો કિમીની મુસાફરી કરી આવો જેથી તમને ખબર પડશે કે આ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મધ્ય પ્રદેશને બરબાદ કરવા માટે શું કર્યું છે.

ખજુરાહાઓના મંદિરને શિવરાજ સરકારે મઠાર્યું છે. પરંતુ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ખરાબ હોવાના કારણે લોકો અત્રે આવવામાં ખચકાય છે. મધ્ય પ્રદેશના ટુરિઝમને પ્રોત્સાહન ના મળે તેવા કામ કોંગ્રેસની કેન્દ્ર સરકાર કરી રહી છે. મેડમ સોનિયાજી, સહેદાઝે તમારે મુકાબલો કરવો હોય તો વિકાસના મુદ્દા પર ભાજપનો મુકાબલો કરો. તમે માત્ર જુઠ્ઠાણાના જોરે ભાજપને દબાવી નહીં શકો.

હમણા વડાપ્રધાને જણાવ્યું કે ભાજપના લોકોએ રાજનૈતિક વિચાર ચર્ચાનું સ્તર નીચું લઇ ગયા છે. વડાપ્રધાનની ગરીમાને નીચે કોણ લાવ્યું છે? આખી કેબિનેટનું અનાદર કોણે કર્યું છે. આખી સંસંદનું અપમાન કોણે કર્યું છે. આપ જે પાર્ટીના વડાપ્રધાન હોવાનું ગર્વ કરો છો તેના ઉપાધ્યક્ષ આપના નિર્ણયને નોનસેન્સ કહીને કાગળને મીડિયાની સામે ફાળીને ફેંકી દેવાની હિમ્મત કરે છે. લોકતંત્રમાં ચૂંટાયેલ સરકારના કાગળને ફાળીને ફેંકી દેવાનું કામ કોઇ ભાજપીએ નથી કર્યું. વડાપ્રધાન પદની ગરીમાને કોઇ ભાજપીએ નીચે નથી પાડ્યું. જેના સમર્થનથી તમે આ હોદ્દા પર બેઠા છો તેઓ જ તમને નીચા પાડી રહ્યા છે. એટલું જ નહીં આપ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે આખા વિશ્વનું ધ્યાન તમારી પર હતું અને તમારી પાછળ તમને આપના જ લોકોએ તમાચો માર્યો. વડાપ્રધાન આપ મને જવાબ આપો કે શું ભાજપાએ તમારું અપમાન કર્યું છે? આપની પીડા હું સમજી શકું છું, આપને જેમણે ઇજા પહોંચાડી છે તેમની સામે ના બોલી શકતા હોવ તો ના બોલો પરંતુ આ આરોપ અમારી પર તો ના લગાવો.

શહેઝાદા રાહુલ ગાંધીએ એક સભામાં જણાવ્યું હતું કે ભાજપા ચોર છે. નરેન્દ્ર મોદીએ તમામ લોકોને પૂછ્યું કે છું ભાજપા ચોર છે? લોકમેદનીએ જણાવ્યું કે ના. મોદીએ વડાપ્રધાન તરફ સવાલ ઉઠાવતા જણાવ્યું કે જ્યારે સંસંદમાં આપની વિરૂધ્ધ ચોર ચોરના નારા લાગ્યા હતા ત્યારે તમે રોષે ભરાઇ ગયા હતા અને બોલી ઉઠ્યા હતા કે દુનિયામાં કોઇ પણ વિરોધી પક્ષ શું પોતાના વડાપ્રધાનને ચોર કહે છે શું? વડાપ્રધાનજી આપે સંસંદમાં જણાવ્યું હતું હું તમને પૂછું છું કે આ ભાજપને ચોર કહીને પાપ કોણે કર્યું છે.

કોંગ્રેસના મિત્રો આપ અમને ચોર કહેતા હોવ તો અમે આપના આરોપને સ્વીકારીએ છીએ કે અમે ચોરી કરી છે. અમે ચોરી કરી છે કોંગ્રેસ પાર્ટીની નીંદરની ચોરી કરી છે. ભાજપ એક પરિવારને લલકારી રહ્યું છે તે એમને હજમ નથી થઇ રહ્યું. એક ટોળી છે જે સતત અમારી પર આ પ્રહાર કરી રહી છે. દિલ્હીમાં બેઠેલી આ ટોલીના ઇરાદાઓ હું જાણું છું. હું ક્યારેય એ ક્લબનો મેમ્બર નથી અને ના બની શકું. મિત્રો હું ગામડામાંથી અને ગરીબ પરિવારમાંથી આવું છું એટલા માટે તેમને મારી વાતો ડંખતી હશે. મિત્રો આ દેશમાં તમે કોઇ રાજનૈતિક નેતા પર આરોપ કરો કોઇ વાંધો નથી. પરંતુ ભૂલથી કોઇ એક પરિવાર પર આપે નિશાનો સાધ્યો તો લોકો ચાંઉ ચાંઉ કરીને બૂમો પાડવા લાગે છે. શું શાલિનતા અને મર્યાદા એક જ પરિવાર માટે લાગુ પડે છે.

હું આજે મધ્ય પ્રદેશની જનતાને કહેવા આવ્યું છું કે એમપીમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં વિપરિત સરકાર છે. મિત્રો હવાનું જે તરફની છે એ સ્પષ્ટ કરી રહી છે કે દિલ્હીમાં હવે પછી ભાજપની સરકાર બનશે. મિત્રો આપ હિસાબ લગાવો કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હોવા છતા શિવરાજ સિંહે મધ્ય પ્રદેશને કેટલું આગળ વધાર્યું છે તો વિચારો કે કેન્દ્ર માં ભાજપની સરકાર હોય અને મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર હોય તો મધ્ય પ્રદેશ કેટલે આગળ જશે. આવનારા પાંચ વર્ષ મધ્ય પ્રદેશના બંને હાથમાં લાડવા છે.

બુંદેલખંડને અને ઉત્તર પ્રદેશમાં પેકેજ આપવામાં આવ્યું. પરંતુ બુંદેલખંડે વિકાસ કર્યો અને ઉત્તર પ્રદેશના રૂપિયા ક્યાં ચાંઉ થઇ જાય છે તે ખબર નથી પડતી. દિલ્હીની સરકારને હું કહેવા માંગું છું કે આખા દેશનું પેટ ભરવાનું કામ મધ્ય પ્રદેશ ના ખેડૂતોએ કર્યું છે. અને ભારત સરકારે આ કામ માટે મધ્ય પ્રદેશને પુરસ્કાર પણ આપ્યા છે. શિવરાજની સરકારે 25 લાખ ભૂમિ હેક્ટર સુધી સિંચાઇનું કામ પહોંચાડ્યું છે. દિલ્હીના લોકોને આ વિકાસ નથી દેખાતો.

હું કહેવા માંગુ છું કે આ કોંગ્રેસનું રાજ હતું ત્યારે ખેડૂતોને ખેતી માટે વ્યાજે રૂપિયા લેવા પડતા હતા. જ્યારે શિવરાજ સિંહની સરકાર શૂન્ય વ્યાજદરે ખેડૂતોને લોન આપી રહી છે. જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે અહીં એગ્રીકલ્ચર 3થી 4 ટકાથી વધારે ન્હોતું જતું, પરંતુ હું શિવરાજ સિંહ અને મધ્ય પ્રદેશના ખેડૂતને આભારી છું કે આ ટકાવારી 13 ટકા સુધી પહોંચ્યો છે.

મિત્રો અમે વિકાસના આધારે વોટ માંગવા આવ્યા છીએ. ગરીબમાં ગરીબ લોકોને સુવિધા મળે શિક્ષણ મળે. મિત્રો એક મુદ્દા પર કોંગ્રેસને ઘુસવા ના દો. કેન્દ્ર સરકારના જેવાતેવા નિર્ણયોના કારણે મોંઘવારીએ માથું ઉચક્યું છે. મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ મુક્ત ભારત નિર્માણ કરવાનું હું આહ્વાન કરું છું.

English summary
Narendra Modi addressing a Public Meeting in Chhatarpur, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X