મોદીએ સિકરમાં કર્યો કોંગ્રેસનો શિકાર, સોનિયા પર કર્યા વળતા પ્રહાર

સિકાર, 28 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી હાલમાં રાજસ્થાનના સિકરમાંથી ચૂંટણી સભાને સંબોધી હતી. નરેન્દ્ર મોદી પોતાની આગવી અદામાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર અને કેન્દ્રની યુપીએ સરકાર પર ચાબખા માર્યા હતા. મોદીને સાંભળવા સિકરમાં ઉમટી પડેલી ભીડના મોદીએ વખાણ કર્યા હતા.

મિત્રો સિકરની ધરતી વીરોની ધરતી છે. આ બલિદાનીઓની ભૂમિ છે. હું અત્રેની વીર માતાઓને પ્રણામ કરું છું, જે માતાઓએ વીરોને જન્મ આપ્યો છે. કોઇ પરિવાર એવો નથી જે દેશ માટે મરીમીટવા માટે તૈયાર ના હોય. જ્યારે જ્યારે દેશ પર વિપદા આવી છે ત્યારે ત્યારે સિકર તેના પડખે ઊભુ રહ્યું છે. આ સિકરની આ જ તો વિશેષતા છે એક બાજું વીરોને જન્મ આપે અને બીજી તરફ ભૈરોસિંહ શેખાવત જેવા રાજનેતાઓને પણ જન્મ આપે છે. સિકર હિન્દુસ્તાનની રક્ષાભૂમિ છે.

હું નથી જાણતો મારી પાર્ટીએ આજે અહીં કાર્યક્રમ શા માટે રાખ્યો. પરંતુ કંઇક વાત તો છે. મિત્રો હું આપને વિશ્વાસ આપું છું કે તમારી તપસ્યાને બાત્તલ નહીં જવા દઉં. આ જિલ્લામાં રાજનૈતિક સમજણ શક્તિ છે અને દરેક વ્યક્તિની અંદર ચાણક્ય બુદ્ધિ છે તે જિલ્લો સિકર છે. આ જિલ્લાને એક વર્ષ પહેલા ખબર પડી જાય છે કે રાજકારણમાં શું થવાનું છે. અને એટલે જ સિકરને ખબર છે કે વિધાનસભાની ચૂંટણીમાં શું થવાનું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ શું થવાનું છે.

ગઇ કાલે જ્યારે મેડમ સોનિયાજી અહી આવ્યા હતા, તેઓ વિપક્ષને પૂછી રહ્યા હતા કે આપ લોકો પાંચ વર્ષ ક્યાં હતા? અમે છેલ્લા પાંચ વર્ષથી સુક્ષ્મદર્શક યંત્ર લઇને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને શોધી રહ્યા હતા કે તેઓ ક્યાં છે, કયા ખૂણામાં છે? અમે જ નહીં પરંતુ આખું રાજસ્થાન શોધી રહ્યું છે, અને હવે તો આખું હિન્દુસ્થાન શોધી રહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્ર સરકાર છે નથી.

મિત્રો મેડમ કહે છે કે અમે દિલ્હીથી રૂપિયા મોકલ્યા અને રાજસ્થાન વિકાસની દોડમાં આગળ નીકળી ગયું. મિત્રો તમને મેડમની વાતોમાં કોઇ ભરોશો છે? જો સિકરના ગળે ના ઉતરે તેમની વાત તો હિન્દુસ્તાનની જનતા ગળે કેવી રીતે ઉતરી શકે? જો ગુજરાતમાં કોઇ હોસ્પિટલ કે શાળા બનાવું તો શું તેના માટેનો ખર્ચ મોદીના ખિસ્સામાંથી આવે છે? અરે એ તો જનતાના રૂપિયા છે. અને દિલ્હીની સરકાર આવીને કહે છે કે રૂપિયા અમે આપ્યા છે. રૂપિયા ખાવાના કેટલા આરોપ તમારી પાર્ટી પર લાગેલા છે. તમે અને તમારી પાર્ટીનો નેતા કોઇ જવાબ નહીં આપો પણ આ વખતે સિકરની જનતા આપને જવાબ આપશે.

રાજસ્થાનની સરકારને કેન્દ્ર સરકાર તરફથી રાજસ્થાનની શાળાઓમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી મળે, કમ્પ્યુટર મળે, તેના માટે તેમણે માત્ર 20 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું પરંતુ રાજસ્થાનની સરકારે તેના માટે માત્ર 4.75 કરોડ રૂપિયા જ ખર્ચ કરી શક્યા. શું આ સારી સરકારની નીશાની છે? તેમને કમ્પ્યુટર આપવાના હતા પરંતુ આપી શક્યા નહીં. કારણ કે વચ્ચેથી મલાઇ કાઢી શકાઇ નહીં.

ભારત સરકારે શારિરીકરીતે વિકલાંગ બાળકોની સુવિધા માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ રાજસ્થાનની સરકારે તેમાંથી એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. આ સરકાર માટે વિકલાંગ અને સામાન્ય વ્યક્તિ બરાબર છે. તેમને જરા પણ શરમ નથી. મિત્રો એટલે જ આવી સરકારની હાલત શું છે તે તમે જોઇ શકો છો.

મિત્રો પહેલા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને બિમારુ રાજ્ય તરીકે માનવામાં આવતું હતું. પરંતુ શિવરાજસિંહની સરકારે મધ્ય પ્રદેશને બિમારુ રાજ્યમાંથી મુક્તિ અપાવી. અને છત્તીસગઢને રમણસિંહે બિમારુ રાજ્યમાંથી મુક્ત કરાવ્યું. શું અહીની સરકાર રાજસ્થાનને બિમારુ રાજ્યમાંથી મુક્તિ નહીં અપાવી શકે. મિત્રો આપ ભાજપને પાંચ વર્ષ આપો હું તમને વિશ્વાસ આપું છું કે રાજસ્થાનને બિમારુ રાજ્યમાંતી મુક્ત કરશે.

modi
કુપોષણના ક્ષેત્રમાં રાજસ્થાન દેશની એવરેજ કરતા પણ વધારે છે. 52 ટકા બાળકો કુપોષિ છે, શું આને તમે વિકાસ કહો છો મેડમ. મેડમ સોનિયાજી 62 વર્ષ પછી પણ દેશમાં 52 ટકા મહિલાઓ અશિક્ષિત છે શું તેને તમને રાજસ્થાનનું ભલુ થયેલું કહો છો? રાજસ્થાનમાં 20 ટકા જ મકાનોમાં શૌચાલયોની સુવિધા છે. જ્યારે 80 ટકા લોકોએ શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. જો રાજસ્થાનમાં આ સરકાર જ રહીં તો રાજસ્થાનનું ભલું થઇ શકવાનું નથી.

મિત્રો જ્યારે લોકસભાની ચૂંટણી થઇ ત્યારે કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું પરંતુ મોંઘવારી ઘટી નથી. પરંતુ વધી છે. આ કોંગ્રેસની સરકારે એક વર્ષમાં એક કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. શું કોઇને રોજગાર મળ્યો. શું નવયુવાન સાથે છેતરપીંડી છે કે નહીં.

વાજપેઇજીએ નદીઓને જોડવાનું સપનું જોયું હતું, જો એ સપનું પુરુ થયું હોત તો આજે દેશની સ્થિતિ કઇ ઓર હોત. આપણો ખેડૂત મહેનત કરે છે પરસેવો પાડે છે, અને આખી જીંદગી દેશનું પેટ ભરવા માટે ખપાવી નાખે છે. પરંતુ કેન્દ્રની સરકાર અનાજને ગોડાઉનમાં સડવા દે છે. દેશની સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે ગરીબોમાં આ અનાજ સસ્તા ભાવે વહેંચી દેવું જોઇએ. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરીને તેને પ્લેટફોર્મ પર પલડવા દીધા અને સડવા દીધા. બાદમાં તેમણે આ અનાજને 80 પૈસે દારુની કંપનીઓને વેંચી દીધું. હવે આવી સરકારનું તમે શું કરશો.

એક વખત બે મિત્રો જંગલમાં શિકાર કરવા ગયા, અને હલકા થવા ગયા અને એટલામાં જ જીપ અને તેમની વચ્ચે સિંહ આવી ગયો, તો તેમણે સિંહને પોતાની પાસે રહેલું રાઇફલનું લાઇસન્સ બતાવ્યું. મોદીએ ટિખળ કરતા જણાવ્યું કે આ જ રીતે કોંગ્રેસની સરકાર એમ કહે છે કે અમે આ કાયદો બનાવ્યો છે પેલો કાયદો બનાવ્યો છે. મિત્રો તમે મને એમ કહો કે શું કાયદો ભૂખ્યાનું પેટ ઠારી શકશે શું?

કોંગ્રેસના મિત્રોને પૂછવા માગું છું કે જ્યારે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં આપણને ભૂખ્યા રાખવા માટે કાયદો બનાવ્યો છે. આપ આપના કર્તવ્યોને નિભાવી નથી રહ્યા. મિત્રો 1 તારીકે ભાજપના કમળ પર બટન દબાવીને વસુંધરા રાજેની સરકાર બનાવો અને જુઓ રાજસ્થાનના વિકાસ થકી દેશ એક નવી ઉંચાઇઓ પર પહોંચશે.

સાંભળો મોદીને વીડિયોમાં:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X