નરેન્દ્ર મોદી ફેસબુક પર બીજા સૌથી લોકપ્રિય રાજનેતા
વૉશિંગ્ટન, 21 મે : નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના કોઇ પણ ચૂંટાયેલા નેતાની દ્રષ્ટિએ સૌથી ઝડપથી લાઇક થયું ફેસબુક પેજ છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો વિશ્વના તમામ રાજનેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઇ ગઇ છે. આ માહિતી સત્તાવાર રીતે ફેસબુકના એક અધિકારીએ આપી છે.
ફેસબુકના અધિકારી એન્ડી સ્ટોને જણાવ્યું કે ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાભરમાં કોઇ પણ રાજનેતા કે નિર્વાચન અધિકારીના (પ્રથમ દિવસ, સપ્તાહ અને મહિનાની દ્રષ્ટિએ) સંદર્ભમાં સૌથી ઝડપથી લોકપ્રિયતા તરફ વધતું પેજ છે.

ભારતીય લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં ફેસબુક પર નરેન્દ્ર મોદીને ફોલો કરનારાઓની સંખ્યા અંદાજે 1.24 કરોડ હતી. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમને ભારતના નવા વડાપ્રધાન નિયુક્ત કર્યા તો ફેસબુક પર તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા 1.52 કરોડથી વધારે થઇ ગઇ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ નરેન્દ્ર મોદી ફેસબુક પર દુનિયાના સૌથી લોકપ્રિય રાજનેતા બની ગયા છે. જોકે ફેસબુક પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 1.171 ટકા વધી ગઇ છે. જ્યારે બરાક ઓબામાના કિસ્સામાં આ પ્રમાણ માત્ર 0.305 ટકા જ છે.












Click it and Unblock the Notifications
