રાહુલની બેઠકમાં પણ છવાયા મોદી!

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા સંગઠનના કામકાજને સક્રીય કરવા માટે પ્રદર્શન આધારિત પુરસ્કાર તથા દંડ પ્રણાલી શરૂ કરવાનો સંકેત આપ્યો છે. જ્યારે બીજી બાજું રાહુલની બેઠકમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચિંતાનું વિષય બની રહ્યા.

બેઠકમાં મોદીના પ્રચાર અભિયાનનો મુકાબલો કરવાની માંગ જેવા મુદ્દા પણ ઉઠ્યા. રાહુલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષો તેમજ કોંગ્રેસ વિધાયક દળના નેતાની સાથે અત્રે વાતચીતમાં કહ્યું કે ટિકીટ ફાળવણી માટે ચોક્કસ માપદંડો નક્કી થવા જરૂરી છે.

rahul-modi
તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં કોઇ ઉમેદવારને ટિકીટ આપવા માટે ચારથી પાંચ પ્રકારના નિયમો હોવા જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેટલાંક બિન કોંગ્રેસ શાસિત રાજ્યોમાંથી એવી પણ ફરિયાદ સામે આવી કે કેન્દ્રીય મંત્રી જ્યારે રાજ્ય પ્રવાસ માટે જાય છે ત્યાં વિપક્ષી દળના મુખ્યમંત્રીના ગુણગાન કરી નાખે છે જેના પગલે પાર્ટીના નેતાઓએ અસ્વાભાવિક સ્થિતિનો સામનો કરવો પડે છે.

રાહુલ ગાંધીએ પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં બેઠકમાં ભાગ લેનાર નેતાઓને જણાવ્યું કે તેઓ પોતપોતાના રાજ્યો અંગે ખુલીને પોતાના મંતવ્યો આપે. કારણ કે તે રાજ્યોમાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માંગે છે.

ગયા મહિને જયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં પાર્ટી દ્વારા ઉપાધ્યક્ષ પદની જવાબદારી મળ્યા બાદ રાહુલ ગાંધીની પાર્ટીના નેતાઓ સાથે આ પ્રકારની બીજી ચર્ચાસભા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X