મોદીને સોંપાયેલી જવાબદારીમાં તેઓ જરૂર સફળ થશે: જેટલી

જેમાં અરુણ જેટલીએ રાજનાથસિંહ દ્વારા લેવાયેલા મોદી અંગેના નિર્ણયનું સ્વાગત કરી તેમના નિર્ણય કરવાની શક્તિના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની આજે નિર્ણય કરવાની શક્તિને જોઇને મને આનંદ થયો છે. તેમણે મોદીના પણ વખાણ કર્યા અને તેમને મળેલી જવાબદારી માટે અભિનંદન આપ્યા.
આ ઉપરાંત અરુણ જેટલીએ મોદીને સોંપાયેલી જવાબદારીમાં ઊણા ઉતરશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું કે યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે એ પાર્ટીમાં કોઇ પેદા થાય તો નક્કી થઇ જાય છે કે એ નેતા બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીના સંબોધન બાદ મોદીને બોલાવ ઉભા થવાનું કહેવામાં આવ્યું પરંતુ રાજનાથ સિંહ પોતે ઉભા થઇને માઇક લઇ લીધું અને પોતાનું ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે 'લોકતંત્રમાં જે લોકપ્રિય હોય છે તે જ નેતા છે. લોકતંત્રમાં જે લોકપ્રિય નેતા હોય છે તેને અંતમાં બોલવાનો અધિકાર છે.'
ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ પોતાનું પહેલું સંબોધન કરતા જણાવ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર, અરુણ જેટલી વગેરેનો હું ખૂબ આભારી છું. મોદીએ મરાઠીમાં લોકોને તેમના હાલચાલ પૂછ્યા હતા. મોદીએ કહ્યું કે હું રાજનાથસિંહનો ખૂબજ આભારી છું તેમણે મને કાર્યકરોની નજરમાં, દેશની જનતાની નજરમાં મોટું સમ્માન આપ્યું છે. મોદીએ પોતાના ભાષણમાં યુપીએ સરકારને આડે હાથે લીધી અને ચૂંટણીનું રણસીંગૂ ફૂંકી દીધું.












Click it and Unblock the Notifications
