નરેન્દ્ર મોદી મંત્રીમંડળના 9 મંત્રીઓ સામે ક્રિમિનલ રેકોર્ડ

નવી દિલ્હી, 27 મે : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2014માં આશ્ચર્યજનક પ્રદર્શન કરીને દેશમાં પોતાની સરકાર બનાવી દીધી છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમવારે શપથ સમારંભની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. શપથ લીધા બાદ બીજા જ દિવસથી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળે પોતાનું કામ સ્વીકારનીને કામકાજ શરૂ કરી દીધું છે.

મુદ્દાની બાબત એ છે કે વિકાસ, સુશાસન અને ભ્રષ્ટાચાર અને ભય મુક્ત દેશનું વચન આપીને સત્તામાં આવનારા નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળ બેદાગ નથી. પ્રાથમિક સ્તરે નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું કદ 24 કેબિનેટ કક્ષાના મંત્રી સહિત 45 મંત્રીઓનું છે.

નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારના પ્રયોગો કરીને મંત્રીમંડળની રચના કરી છે. જેમાં નવા, જુના, યુવા અને બુઝુર્ગ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ બધી જ સકારાત્મક બાબતો વચ્ચે એક નકારાત્મક બાબત એ છે કે નરેન્દ્ર મોદીની સરકારના મંત્રીમંડળમાં 9 મંત્રીઓ એવા છે જેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે. કોણ છે આ મંત્રીએ તે આગળ જાણીએ...

ઉમા ભારતી

ઉમા ભારતી

એનડીએ સરકારમાં જળ સંસાધન અને ગંગા શુદ્ધિકરણ મંત્રી બનેલા ભાજપના નેતા ઉમા ભારતી પર સૌથી વધારે અપરાધિક કેસ નોંધાયેલા છે. તેમની સામે કુલ 13 કેસોમાંથી 2 હત્યાના કેસ છે.

નીતિન ગડકરી

નીતિન ગડકરી

માર્ગ અને પરિવહન મંત્રી, જહાજરાની મંત્રી નીતિન ગડકરી સામે 4 કેસ નોંધાયેલા છે.

ગોપીનાથ મુંડે

ગોપીનાથ મુંડે

મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ સંભાળનારા ગોપીનાથ મુંડે સામે 3 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

ડૉ. હર્ષવર્ધન

ડૉ. હર્ષવર્ધન

દિલ્હીના એક માત્ર સાંસદ ડૉ. હર્ષવર્ધન સામે પણ કેસ નોંધાયેલો છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

ભાજપના પાર્ટી અધ્યક્ષ અને એનડીએ સરકારના ગૃહ મંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ બે કેસો નોંધાયેલા છે.

રામવિલાસ પાસવાન

રામવિલાસ પાસવાન

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને એનડીએ સરકારમાં ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાન સામે કેસ નોંધાયેલો છે.

જનરલ વી કે સિંહ

જનરલ વી કે સિંહ

જનરલ(સેવાનિવૃત્ત) વી કે સિંહ સામે 8 કેસ નોંધાયેલા છે. તેઓને હાલ પૂર્વોત્તર ક્ષેત્રોનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર), વિદેશ મંત્રાલય અને પ્રવાસી ભારતીય મામલાનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

મેનકા ગાંધી

મેનકા ગાંધી

મેનકા ગાંધી સામે બે કેસ નોંધાયેલા છે.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

નરેન્દ્ર મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ વિભાગ સંભાળનારા પ્રકાશ જાવડેકર સામે બે કેસ નોંધાયેલા છે.

મોદી મંત્રીમંડળના ક્રિમિનલ મંત્રીઓ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X