નરેન્દ્ર મોદીએ ફોન કરી પાઠવી લગ્નની શુભેચ્છાઓ

લખનઉ, 10 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના મિશન 272 પુરૂ કરવા માટે જોરશોરથી કામે લાગેલા છે. ઉત્તર પ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી મનીષ શુક્લા કહે છે કે જૌનપુરના એક લગ્ન સમારંભમાં નરેન્દ્ર મોદીએ પોતે ફોન કરીને વર વધૂને આર્શિવાદ આપ્યા હતા.

ખાસ વાત એ છે કે સમારોહમાં સપાના મંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.નરેન્દ્ર મોદીનો ફોન આવવાથી આ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઇ છે. ભાજપ સાથે જોડાયેલા લોકો કહે છે કે આ પ્રમાણે ચૂંટણી અભિયાન શરૂ કરી રહી છે.

મનીષ શુક્લાના અનુસાર લોકો સાથે સીધો સંપર્ક કરવા માટે 07820078200 નંબર શરૂ કરવામાં આવ્યો છે, તેના પર મિસ કોલ કરતાં બીજી તરફથી ફોન આવવાનો દોર શરૂ થઇ જાય છે, ત્યારબાદ વાતચીતની ઔપચારિક શરૂઆત થાય છે. ફોન પર જ લોકો સાથે તેમના ઉમેદવારોના ફિડબેક લેવામાં આવે છે.

ઉમેદવારોના ફિડબેક

ઉમેદવારોના ફિડબેક

મનીષ શુક્લાના અનુસાર લોકો સાથે સીધો સંપર્ક કરવા માટે 07820078200 નંબર શરૂ કરવામાં આવ્યો છે, તેના પર મિસ કોલ કરતાં બીજી તરફથી ફોન આવવાનો દોર શરૂ થઇ જાય છે, ત્યારબાદ વાતચીતની ઔપચારિક શરૂઆત થાય છે. ફોન પર જ લોકો સાથે તેમના ઉમેદવારોના ફિડબેક લેવામાં આવે છે.

કોઇપણ વ્યક્તિ કરી શકે છે ફોન

કોઇપણ વ્યક્તિ કરી શકે છે ફોન

ભાજપના પદાધિકારીઓનું કહેવું છે કે ફોન રિસીવ કરવા બદલ નરેન્દ્ર મોદી આભાર પણ વ્યક્ત કરે છે. કહેવામાં આવે છે કે ફક્ત ભાજપ જ નહી કોઇપણ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ આ નંબર પર ફોન કરી શકે છે, જો કે ફોન ફક્ત ગુજરાતમાંથી આવતા નથી, અન્ય સ્થળોથી પણ આવે છે અને લોકો સાથે વિસ્તારની રાજકીય સ્થિતી વિશે જાણકારી લેવામાં આવે છે.

મતદારો સાથે સીધો સંપર્ક

મતદારો સાથે સીધો સંપર્ક

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મોબાઇલ એજન્સીઓની મદદથી ઉત્તર પ્રદેશ ભાજપે ડેટા બેસ એકઠો કર્યો છે. હવે તે ડેટાના ઉપયોગ બાદ ગુજરાતમાં ભાજપની આઇટી સેલમાં કામ કરનાર પુરૂષ તથા મહિલા કાર્યકર્તા ઉત્તર પ્રદેશના મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યાં છે.

મોબાઇલ પર વોટર સ્લિપ મોકવામાં આવશે

મોબાઇલ પર વોટર સ્લિપ મોકવામાં આવશે

આ સાથે જ મિશન 272મં મદદ પણ માંગવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના એક લાખ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યારબાદ પાર્ટીની યોજના મોબાઇલ ડેટા બેંક તથા સંવાદવાલા યુવાનોને તેમના મોબાઇલ પર વોટર સ્લિપ મોકલવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X