ગોધરા-અનુગોધરા માટે મોદીને જવાબદાર ના ગણી શકાય: કેપીએસ ગિલ
નવી દિલ્હી, 1 નવેમ્બર: પંજાબના પૂર્વ ડિજીપી કેપીએસ ગિલે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ છયેલા રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ના ગણાવી શકાય કારણ કે કાયદા વ્યવસ્થા સાથે નિપટવું એ પોલીસ નેતૃત્વનું કામ છે.
ગુજરાત રમખાણો સાથે જોડીને પૂછવામાં આવતા ગિલે પત્રકારોને જણાવ્યું કે'કાયદા વ્યવસ્થાની સ્થઇતિમાં કાર્યવાહી કરવી પોલીસ નેતૃત્વનું કામ છે અને આ કામ રાજનૈતિક નેતૃત્વનું નથી.'
વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા ગિલે આજે પોતાની આત્મકથા 'કેપીએસ ગિલ: ધ પેરામાઉન્ટ કૉપ'ના અનાવરણના અવસર પર આ અંગેનું નિવેદન આપ્યું.

પુસ્તકમાં ગિલે મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી હિંસા ખતમ કરવા માટે ગંભીર હતા, અને તેમણે બીજા રાજકીય દળો પર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.












Click it and Unblock the Notifications
