લખનઉ અથવા વારાણસીથી લોકસભા ચૂંટણી લડશે નરેન્દ્ર મોદી

લખનઉ, 14 ડિસેમ્બર: હજી સુધી તો ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આની પર જ વિચાર કરી રહ્યું હતું કે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાતથી જ લોકસભા ચૂંટણી લડશે પરંતુ મળતા અહેવાલો અનુસાર મોદી ઉત્તર પ્રદેશના લખનઉ અથવા તો વારાણસીથી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે. જોકે હજી સુધી આની પર કોઇ નિર્ણય લેવાયો નથી, પરંતુ ભાજપા ઉત્તર પ્રદેશના પોતાના કિલ્લાને મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા રાજ્યમાં મોકલી શકે છે.

ઇન્ડિયા ટૂડે અનુસાર અંતિમ નિર્ણય 15 જાન્યુઆરી બાદ લેવામાં આવશે, જેને હિન્દુ કેલેન્ડર અનુસાર સારો સમય માની શકાય છે. લખનઉ બેઠકથી ભાજપ માટે અટલ બિહારી વાજપેઇ અને વારાણસીથી મુરલી મનોહર જોશી લડી ચૂક્યા છે. આરએસએસ અને ભાજપે આનો નિર્ણય કરવાની જવાબદારી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને આપી છે.

narendra modi
પાર્ટી નેતાઓને વિશ્વાસ છે કે પોતાની હિન્દુત્વવાદી ઇમેજના કારણે મોદી વારાણસીથી ચૂંટણી જીતવામાં સફળ રહેશે. લખનઉમાં પણ ભાજપાને સફળતા મળતી રહી છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારતમાં પોતાના જનાધારને મજબૂત કરવા માટે મોદી એક રથ યાત્રાનું પણ આયોજન કરશે.

ધ્યાન આપવાની બાબત એ છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. જેની પર કામ કરવા માટે મોદીએ પોતાના ખાસ અમિત શાહને ઉત્તર પ્રદેશ મોકલી દીધા છે. કહેવાય છે કે ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X