For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન પદ માટે મોદી લોકોની પ્રથમ પસંદગી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 નવેમ્બર : અણ્ણા હઝારે, અરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવની તમામ ઝુંબેશો હવે મનમોહન સિંહને વડાપ્રધાનની ખુરસી ઉપરથી ધકેલવા લાગી છે. હા જી. લોકોએ નક્કી કરી નાંખ્યું છે કે તેઓ પોતાનો આગામી નેતા કોઇક બીજાને ચુંટશે. જો હિન્દુસ્તાન ટાઇમ્સ અને સીએનએન-આઈબીએનના ઓપીનિયન પોલની માનીએ, તો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે જોવાનું સૌથી વધુ લોકો પસંદ કરે છે.

સંસદના શિયાળું સત્રમાં ભાજપ અન્ય પક્ષો સાથે મળી એફડીઆઈ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો છે. તેની નકારાત્મક અસર જરૂર દેખાશે, પરંતુ એક અસર જે હાલ દેખાઈ રહી છે તે છે 2014માં યુપીએ સરકારના ફિયાસ્કાની. સાથે જ ગુજરાત વિધાનસભા ચંટણીમાં ફરી એક વાર નરેન્દ્ર મોદીની જીત દેખાઈ રહી છે.

સર્વે મુજબ 60 ટકા શહેરી લોકો માને છે કે દેશ ઉપર આર્થિક સંકટ કોઈ પણ સમયે ઘેરાઈ શકે છે. માટે તેમની નોકરીઓ હવે સલામત નથી રહી, તો 55 ટકા લોકો માને છે કે આ દિશામાં કેન્દ્ર સરકાર કઈં જ નથી કરી રહી.

નેતાઓની વાત કરીએ તો 65 ટકા લોકો કહે છે કે દેશના નેતાઓ ભ્રષ્ટ થતાં દેશને સાચું નેતૃત્વ નથી મળી રહ્યું અને દિશા પણ નથી મળી રહી. સૌથી વધુ 24 ટકા વોટ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં છે. એટલે કે લોકોનો વિશ્વાસ મોદી સાથે જળવાઈ રહેલો છે, પરંતુ ભાજપ પર વિશ્વાસ હજુય ફીકો છે. આ જ કારણ છે કે જ્યારે સક્ષમ પાર્ટીની વાતઆવી, કો કોંગ્રેસને 32 ટકા અને ભાજપને 28 ટકા વોટ મળ્યાં.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગની વાતે 65 ટકા લોકોએ હઝારેને ટેકો આપ્યો. આ લોકો માને છે કે કેજરીવાલ જે રસ્તે જઈ રહ્યાં છે, તે ખોટો છે. કેજરીવાલને માત્ર 12 ટકા લોકોએ ટેકો આપ્યો, તો બાબા રામદેવના પક્ષમાં માત્ર 5 ટકા લોકો જ છે.

જુઓ પોલના સવાલ અને લોકોના જવાબ.

શું આપની જૉબ સલામત છે?

શું આપની જૉબ સલામત છે?

આ સવાલના જવાબો નીચે મુજબનાં હતાં.
* માત્ર 35 ટકા લોકોએ જણાવ્યું હા કે તેમની નોકરી સલામત છે.
* 58 ટકા લોકોએ જણાવ્યું કે નહિં, તેમની નોકરી સલામત નથી.
* 7 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ હાલ કઈં કહી શકે તેમ નથી.

આપના ખિસ્સા પર કઈ વાત અસર કરે છે?

આપના ખિસ્સા પર કઈ વાત અસર કરે છે?

* 63 ટકા લોકોએ જણાવ્યું - વધતી મોંઘવારી.
* 23 ટકાએ જણાવ્યું - પેટ્રોલ-ડીઝલની કિંમતો,
* 7-7 ટકા લોકોએ જણાવ્યું - ભાડામાં વધારો અને સોનાની કિંમતોમાં વધારો.

શું સરકારના કાર્યો પ્રત્યે સંતુષ્ટ છો?

શું સરકારના કાર્યો પ્રત્યે સંતુષ્ટ છો?

* માત્ર 36 ટકા લોકોએ સરકારના કાર્યો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો.
* 55 ટકા લોકોએ જણાવ્યું કે સરકારના પ્રયત્નો સાવ નિષ્ફળ છે.
* 9 ટકાએ આ અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો.

શું પીએમ પોતાના એજન્ડાએ પાર ઉતર્યાં?

શું પીએમ પોતાના એજન્ડાએ પાર ઉતર્યાં?

* 33 ટકા લોકોએ જણાવ્યું - હા.
* 49 ટકાએ જણાવ્યું - બિલ્કુલ નહિં.
* 18 ટકાએ જણાવ્યું - આ અંગે તેઓ કઈં કહી શકે તેમ નથી.

ભ્રષ્ટાચાર માટે સૌથી વધુ જવાબદાર કોણ?

ભ્રષ્ટાચાર માટે સૌથી વધુ જવાબદાર કોણ?

* 65 ટકાએ જણાવ્યું - રાજકારણીઓ.
* 19 ટકાએ જણાવ્યું - પ્રજા પોતે.
* 9 ટકાએ દેશના સરકારી અધિકારીઓ-કર્મચારીઓને જવાબદાર ગણાવ્યાં
* 3 ટકાએ મોટા ઉદ્યોગપતિઓને જવાબદાર ગણાવ્યાં.

કયો પક્ષ દેશ ચલાવવા સક્ષમ?

કયો પક્ષ દેશ ચલાવવા સક્ષમ?

* 32 ટકાએ જણાવ્યું - કોંગ્રેસ.
* 28 ટકાએ જણાવ્યું - ભાજપ.
* 4 ટકાએ જણાવ્યું - સપ સાથે મમતાનો ત્રીજો મોરચો.
* 2 ટકા લોકો કહે છે - સપાના નેતૃત્વ હેઠળનો ત્રીજો મોરચો.
* 2 ટકાએ જણાવ્યું - સપ અને ડાબેરી પક્ષો.

સર્વશ્રેષ્ઠ નેતા કોણ કે જે દેશ ચલાવી શકે?

સર્વશ્રેષ્ઠ નેતા કોણ કે જે દેશ ચલાવી શકે?

* નરેન્દ્ર મોદી - 24 ટકા
* મનમોહન સિંહ - 16 ટકા
* સોનિયા ગાંધી - 16 ટકા
* રાહુલ ગાંધી - 13 ટકા
* નીતિશ કુમાર - 5 ટકા
* મુલાયમ સિંહ યાદવ - 2 ટકા

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોનો જંગ સાચો?

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોનો જંગ સાચો?

* અણ્ણા હઝારે - 65 ટકા
* અરવિંદ કેજરીવાલ - 12 ટકા
* બાબા રામદેવ - 5 ટકા

English summary
In an opinion poll conducted by CNN-IBN and Hindustan Times, Narendra Modi has emerged as India's preferred leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X