નરેન્દ્ર મોદીએ પ્રથમવાર કબુલ્યું : "મારી પત્નીનું નામ જશોદાબેન છે"

Google Oneindia Gujarati News

વડોદરા, 10 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે બુધવારે લોકસભા ચૂંટણી 2014માં વડોદરાથી ઉમેદવારીપત્ર ભરતા સમયે ઇલેક્શન કમિશનને સુપરત કરેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે પોતે પરિણિત છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાના લગ્નજીવનની સ્થિતિ અંગે લોકસભા ચૂંટણી સમયે ખુલાસો કરશે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી વડોદરાની બેઠક પસંદ કરી છે કારણ કે તે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વડોદરામાં તેમના હરીફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદુસુદન મિસ્ત્રી છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં તેમના પ્રતિદ્વંદી 'આપ'ના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સ્થાનિક નેતા અજય રાય છે.

નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં પોતાની પત્ની વિશે અન્ય શું વિગતો આપી છે તે જાણવા આગળ ક્લિક કરો...

પત્ની હોવાની કબૂલાત

પત્ની હોવાની કબૂલાત


ઉમેદવારીપત્ર સાથે જોડેલા સોગંદનામામાં નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પરિણિત છે. તેમણે તેમની પત્નીનું નામ જશોદાબેન હાવોનું જણાવ્યું છે. તેમણે આ વિગતો જીવનસાથીના ખાનામાં ભરી છે.

અત્યાર સુધી શું કરતા હતા?

અત્યાર સુધી શું કરતા હતા?


અત્યાર સુધી નરેન્દ્ર મોદી પોતાના સોગંદનામામાં સ્પાઉસ એટલે કે જીવનસાથી અંગેની વિગતનું ખાનુ ખાલી રાખતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણી 2012માં પણ જીવનસાથીની વિગત અંગેનું ખાનુ ખાલી રાખ્યું હતું.

પત્નીના નામે કેટલી મિલકત?

પત્નીના નામે કેટલી મિલકત?


હવે લોકસભા ચૂંટણી 2014માં તેમણે કબૂલ્યું છે કે તેમને પત્ની છે. ત્યારે બીજી તરફ જ્યાં પત્નીના નામે કેટલી મિલકત છે તે અંગેની વિગતો ભરવાનું જે ખાનુ હતું તેમાં લખ્યું હતું આ અંગે તેમની પાસે કોઇ વિગતો નથી.

નરેન્દ્ર મોદીની વિગતો મોડે સુધી જાહેર ના કરાઇ

નરેન્દ્ર મોદીની વિગતો મોડે સુધી જાહેર ના કરાઇ


નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર સવારે ભર્યું હતું તેમ છતાં કલેક્ટર કચેરીમાં તેને છેક મધરાતે જાહેર જનતાને જોવા માટે મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર પણ તેમના સોગંદનામા અને ઉમેદવારી પત્રને મોડી રાત સુધી અપલોડ કરવામાં આવી ન હતી.

હવે શું થશે?

હવે શું થશે?

લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વિગતો સામે વિપક્ષો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નરેન્દ્ર મોદીની સાફ છબીનો આધાર રહેલો છે. જો આ મુદ્દો ચગાવવામાં આવશે તો મોદીને નુકસાન થઇ શકે છે.

English summary
BJP's prime ministerial nominee Narendra Modi here today in an affidavit filed before the Election Commission showed himself as a married man revealing that his wife's name is Jashodaben.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X