For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ઓણમ પ્રસંગે પાઠવી શુભેચ્છાઓ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ અને હવે લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતીય ભાઇ-બહેનોને પરંપરાગત તહેવાર ઓણમના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. નરેન્દ્ર મોદીની શબ્દસ: શુભેચ્છા આ મુજબ છે....

પ્રિય મિત્રો,

ઓણમ, કુદરત દ્વારા આપવામાં આવેલા વૈભવ અને માનવ સંસ્કૃતિને ખેતી કરવાની ભેટ સમાન છે. આ દિવસથી વાવેતરનો શુભારંભ કરવામા આવે છે. આ પ્રસંગ ખેડૂતનો આદર સત્કાર કરવાની સાથે આપણા પર્યાવરણની સુરક્ષા કરવાનો ગર્ભિત સંદેશ આપે છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં આનંદ, શાંતિ અને ઉન્નતિ લઇને આવે તેવી શુભેચ્છાઓ આપું છું. આ તહેવાર આપણા સમાજમાં ભાઇચારો અને સદભાવની ભાવના વધારે તેવી શુભેચ્છા આપું છું.

narendra-modi

મિત્રો, હું આ મહિનાની 26 સપ્ટેમ્બરે અમૃતપુરી ખાતે માતા અમૃતાનંદમયી દેવીની 60મી વર્ષગાંઠ પ્રસંગે કેરળની મુલાકાત લેવાનો છું. આ સદભાગ્ય મને મળી રહ્યું છે તેનો આનંદ છે. આપણે ઉન્નતિ માટેના જે લક્ષ્ય નિર્ધારિત કર્યા છે તેને પાર પાડવા માટે આપ સૌના આશીર્વાદ અને સહકાર મેળવવા આપને મળવાનો છું.

મિત્રો, તાજેતરમાં હું વય આધારિત વસતી ગણતરીનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ભારતમાં મતદાન કરવા માટે લાયક યુવાવર્ગનું પ્રમાણ અંદાજે 35 ટકા છે. આ 35 ટકા મતદારોની વય અંદાજે 30 વર્ષ છે. 30 વર્ષથી ઓછી વયના મતદારોની સંખ્યા 290 મિલિયન છે. જ્યારે કેરળની વાત કરીએ તો રાજ્યમાં આવા મતદારોનું પ્રમાણ 40 ટકા જેટલું ઊંચું છે.

મિત્રો, ઓણમના પવિત્ર પ્રસંગે હું આપની પાસેથી એક બાબતમાં આપનો સહકાર ઇચ્છું છું. જો આપ મતદાન કરવાને લાયક હોવ તો મતદાર યાદીમાં આપનું નામ અવશ્ય નોંધાવશો. એક બાબતનું ધ્યાન રાખીને પાલન કરાવજો કે આપના કુટુંબ અને મિત્રોમાંથી દરેક યુવાન મતદાન કરે. એક લક્ષ્ય નક્કી કરો કે તમે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓને મતદાન કરવા માટે પ્રેરશો. વોટ એ પવિત્ર ફરજ છે. આ એક માત્ર માર્ગ છે જેના પર ચાલીને આપણે આપણી લોકશાહીને વધારે મજબૂત અને વૈવિધ્યસભર બનાવી શકીશું. જો આપણે આપણા યુવાનોની આવતીકાલ સુધારવી હશે તો જરૂરી છે કે દરેક મતદાર ખાસ કરીને યુવાનો મતદાન કરે.

મને આશા છે કે ઓણમ પ્રસંગે આપ સૌના આશીર્વાદ આ વિનંતીને પૂરી કરવામાં મદદ કરશે. આ મિશન પાર પાડવામાં મને સફળતા મળશે. ફરીએકવાર ઓણમ પ્રસંગે આપને શુભેચ્છા પાઠવું છું. હું આશા રાખું છું કે આ પ્રસંગને આપુ આપના કુટુંબ અને મિત્રો સાથે મળીને આનંદપૂર્વક ઉજવશો.

English summary
Narendra Modi give greetings on occasion of Onam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X