For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર મોટો હુમલો, કહ્યુ - તમારે તો ટ્યુશનની જરુર છે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વર્તમાન સરકારને લોકતંત્રના મહત્વની ખબર નથી. તેમણે એ શીખવાની જરુર છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે લોકતંત્રમાં કઈ રીતે વિપક્ષને સાંભળવામાં આવે, એ માટે મોદી સરકારે ટ્યુશન લેવા જોઈએ.

rahul-modi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સવારે ટ્વિટમાં લખ્યુ છે - લોકતંત્રમાં ચર્ચા તેમજ અસંમતિનુ મહત્વ - આ વિષયમાં મોદી સરકારને ટ્યુશનની જરુર છે. રાહુલ ગાંધી ડેમોક્રેસી હેશટેગ સાથે આ ટ્વિટ કર્યુ છે. તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષી સાંસદો તરફથી એ સતત કહેવામાં આવી રહ્યુ છે કે સંસદમાં તેમની વાતને સરકાર સાંભળી નથી રહી. 12 સાંસદોના સસ્પેન્શન પર સતત વિપક્ષે કામકાજ પણ અટકાવ્યુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીનુ આ ટ્વિટ આવ્યુ છે.

રાહુલ ગાંધી સતત ભાજપ પર સાધી રહ્યા છે નિશાન

રાહુલ ગાંધી વિપક્ષના એ નેતાઓમાં શામેલ છે જે સતત પીએમ નરેન્દ્ર મોદી અને વર્તમાન સરકાર પર નિશાન સાધી રહ્યા છે. હાલમાં જ રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપને સાંપ્રદાયિક રાજનીતિ કરનારી પાર્ટી ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીએ આખી જિંદગી સત્યને શોધવામાં વીતાવી દીધી અને અંતે એક હિંદુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી દીધી. હિંદુત્વવાદી પોતાની આખી જિંદગી સત્તાને શોધવામાં લગાવી દે છે. તેને સત્ય સાથે કંઈ લેવા-દેવા નથી, તેને માત્ર સત્તા જોઈએ અને એના માટે તે કંઈ પણ કરી દેશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હિંદુ અને હિંદુત્વવાદી શબ્દ એક નથી, આ બે અલગ-અલગ શબ્દો છે અને તેમનો અર્થ પણ અલગ-અલગ છે. હું હિંદુ છુ પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ અને ગોડસે હિંદુત્વવાદી. ભલે કંઈ પણ થઈ જાય હિંદુ સત્યને શોધે છે.

English summary
Narendra Modi govt needs tuition on democracy: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X