For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા વિદેશ યાત્રા આજથી ભુટાનના પ્રવાસ પર PM મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જૂનઃ 26 મેના રોજ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે પોતાના પહેલા વિદેશ પ્રવાસ પર ભુટાન ગયા છે, આ તેમનો બે દિવસનો પ્રવાસ છે. મોદીની ભૂટાન યાત્રાને પડોશી દેશો સાથે સારા સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ સાથે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, વિદેશ સચિવ સુજાતા સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ભુટાન જઇ રહ્યાં છે.

narendra-modi
મોદી ભુટાન નરેશ જિગ્મા ખેસર વાંગચુક, વડાપ્રધાન શેરિંગ ટૉગબે સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બન્ને દેશ આપસી સંબંધોને મજબૂત બનાવવા આપસી વ્યાપાર વધારવા અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ભાગીદારી ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી ભુટાનની નેશનલ એસેમ્બલી અને નેશનલ કાઉન્સિલથી સંયુક્ત સત્રને સંબંધોત કરશે. તમને જણાવી દઇએ કે જ્યારે મોદી ત્યાંની સંસદને સંબોધિત કરશે તો તાળી નહી વગાડવામાં આવે.

ભુટાનની એવી માન્યતા છેકે તાળી ખરાબ આત્માઓને ભગાડવા માટે વગાડવામાં આવે છે. વડાપ્રધાન મોદીની યાત્રાને લઇને ભુટાનમાં પણ જોરદાર તૈયારી કરવામાં આવી છે. દરેક રસ્તાઓ પર મોદીના સ્વાગતમાં મોટા-મોટા પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ પહેલા ભુટાનના વડાપ્રધાન શેરિંગ ટૉબગે 26 મેના રોજ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પહેલા વિદેશ પ્રવાસને લઇને ઘણા ઉત્સાહિત છે. તેમના દ્વારા રાત્રે ટ્વીટ કરવામાં આવ્યું કે ભુટાન પ્રવાસને લઇને ઘણા ઉત્સાહિત છે, તે ભુટાન નરેશ અને ભુટાનના વડાપ્રધાન સાથે અનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરશે. ભુટાન અને ભારત વચ્ચે એક ખાસ સંબંધ છે, જે સમયની કસોટી પર હમેશા ખરા ઉતર્યા છે. તેથી પહેલી વિદેશ યાત્રા માટે ભુટાન મારું સ્વાભાવિક પસંદ હતું. ભુટાનના વડાપ્રધાન શેરિંગ ટૉગબેએ આશા વ્યક્ત કરી છેકે મોદીનો આ પ્રવાસ અનેક બાબતોમાં ઐતિહાસિક સાબિત થશે.

English summary
Narendra Modi lands in Bhutan on maiden foreign visit as PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X