પીએમ પદની દાવેદારી અંગે મોદીએ કહ્યું,' તમને મળીને ખુશ થયો'

મોદીને મીડિયાએ પૂછ્યુ કે પીએમ પદની દાવેદારીનો તમે સ્વિકાર કરો છો કે નહીં? મોદીએ કહ્યું, ' તમને મળીને મને ખુશી થઇ છે, ધન્યવાદ.' આટલું કહીને તેઓ જતા રહ્યાં હતા. આ પહેલા તેમણે મીડિયાને પીએમ મનમોહન સિંહ સાથે થયેલી મુલાકાત અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, આજે ગુજરાતની જનતાના અધિકારીઓ સાથે જોડાયેલી માંગોને રજૂ કરતું એક માંગપત્ર પીએમને સોંપવામાં આવ્યું છે.
માંગપત્રમાં નર્મદા નદીમાં પાણી છોડવા, રસોઇ ગેસ અને પેટ્રોલના ભાવો, વિકાસના અન્ય કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, દેશભરમા રાંઘણ ગેસના ભાવ અલગ છે અને ગુજરાતમાં અલગ. આ વાત અસ્વિકૃત છે.
મોદી અંગે તોગડિયા પણ કાંઇ ના બોલ્યા
મહાકુંભમાં અલ્હાબાદ પહોંચેલા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રવિણ તોગડિયાએ પણ મોદી અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, પીએમ મદના ઉમેદવારથી તેમને કોઇ મતલબ નથી. એ કામ ભારતીય જનતા પાર્ટીનું છે. અહીં ચાલી રહેલા સમારોહમાં અમે તેમનું સ્વાગત કરીશું જે હિન્દૂ છે. પછી તે કોઇપણ પાર્ટીનું કેમ ના હોય.
અશોક સિંઘલે પણ કંઇ ના કહ્યું
વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલને જ્યારે નરેન્દ્ર મોદીની પીએમ પદની દાવેદારી અંગે પ્રશ્ન પૂછ્યો તો, તેમણે પણ કહીં દીધું કે અમને તેનાથી કોઇ મતલબ નથી. અમે આજ સુધી ભાજપની રાજકિય ગતિવિધિઓ પર કોઇ ચર્ચા નથી કરી.












Click it and Unblock the Notifications
